સેવિંગ ખાતાના વ્યાજદર ઘટાડાથી વર્ષે રૂા.5750 કરોડ બચાવશે: અત્યાર સુધીનો સૌથી નીચો વ્યાજદર લાગુ: રૂા.3 કરોડ સુધીની એફડીમાં 25 બેઝીસ પોઈન્ટનો ઘટાડો
સેવિંગ ખાતાના વ્યાજદર ઘટાડાથી વર્ષે રૂા.5750 કરોડ બચાવશે: અત્યાર સુધીનો સૌથી નીચો વ્યાજદર લાગુ: રૂા.3 કરોડ સુધીની એફડીમાં 25 બેઝીસ પોઈન્ટનો ઘટાડો

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ એક સાથે 50 બેઝીક પોઈન્ટ વ્યાજદરમાં ઘટાડો કર્યા બાદ બેંકોએ પણ તેના ધિરાણ સહિતના દરો ઘટાડવાનો પ્રારંભ કરી દીધો છે તેની સામે હવે બેંક થાપણના દરો પણ ઘટવા લાગ્યા છે.

જેમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાએ તા.15 જૂનથી અમલી બને તે રીતે રૂા.3 કરોડ સુધીની થાપણોના બેઝીસ દરોમાં 25 પોઈન્ટનો ઘટાડો કર્યો છે જે નવી અને જુની તમામ થાપણોને લાગુ થશે.

સ્ટેટ બેંકના કુલ 36 લાખ કરોડના ધિરાણમાં વ્યાજઘટાડાની અસર થશે અને તેથી બેંકે તેની વર્તમાન થાપણ કે જે અગાઉ ઉંચા વ્યાજદરે મુકાઈ છે તેના પણ દરમા ઘટાડો કર્યો છે.

જયારે સેવિંગ એકાઉન્ટ પરનો વ્યાજદર 2.5 ટકા કર્યો છે જે અત્યાર સુધીનો સૌથી નીચો છે. સ્ટેટ બેંકે તેના હોમલોનના નવા દર 7.5 ટકા કર્યા છે. સેવિંગ વ્યાજદરના ઘટાડાના કારણે સ્ટેટ બેંકને વર્ષે રૂા.5750 કરોડનો ફાયદો થશે. જયારે ધિરાણ પરના દરો ઘટાડાથી સ્ટેટ બેંકને વર્ષે રૂા.8100 કરોડનું વ્યાજ ઓછુ મળશે અને તેથી જ બેંકે તેના થાપણના દરોને પણ ઘટાડયા છે.
























