HomeAllશાળા પ્રવેશોત્સવ - ૨૦૨૫ અન્વયે મોરબી જિલ્લામાં ૧૫,૮૯૭ બાળકો ધોરણ ૧ અને...

શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૫ અન્વયે મોરબી જિલ્લામાં ૧૫,૮૯૭ બાળકો ધોરણ ૧ અને ૯ માં પ્રવેશ મેળવશે

ધોરણ ૮ પછી બાળકો અભ્યાસ છોડી ન દે તે માટેના સંનિષ્ઠ પ્રયાસો; ધોરણ ૯ માં ૪૯૪૬ બાળકોનો પ્રવેશ કરાવાશે

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૫ અન્વયે મોરબી જિલ્લાની શાળાઓમાં ધોરણ ૧ અને ૯ માં મળી કુલ ૧૫,૮૯૭ બાળકો શિક્ષિત બનવાની સફરના પ્રથમ પગથિયા પર અબને ઉચ્ચ અભ્યાસની સફર તરફ ઉમંગ અને ઉત્સાહ સાથે અનેક ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારી ઓની ઉપસ્થિતિમાં પ્રવેશ અપાવાશે.

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૫ અંતર્ગત સમગ્ર રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન તમામ આંગણવાડી, બાલવાટિકા અને શાળાઓમાં નવા બાળકોને હોશે હોશે વધાવી તેમને શાળા, આંગણવાડી અને બાલવાટિકામાં પ્રવેશ આપવા માટે ઉમંગ અને ઉત્સાહભેર વિવિધ કાર્યક્રમો યોજાનાર છે.

જે અન્વયે મોરબી જિલ્લામાં ધોરણ ૧ માં મોરબી તાલુકામાં ૧૭૬૫ કુમાર અને ૧૭૪૧ કન્યા મળી ૩૫૦૬ બાળકો, માળીયા તાલુકામાં ૪૦૫ કુમાર અને ૪૦૩ કન્યા મળી કુલ ૮૦૮ બાળકો, ટંકારા તાલુકામાં ૫૧૮ કુમાર અને ૩૯૫ કન્યા મળી કુલ ૯૧૩ બાળકો, વાંકાનેર તાલુકામાં ૧૫૦૭ કુમાર અને ૧૫૪૬ કન્યા મળી ૩૦૫૩ બાળકો અને હળવદ તાલુકામાં ૧૩૮૧ કુમાર અને ૧૨૯૦ કન્યા મળી ૨૬૭૧ બાળકોને પ્રવેશ આપવામાં આવનાર છે. સમગ્ર જિલ્લામાં ૫૫૭૬ કુમાર તેમજ ૫૩૭૫ કન્યા મળી કુલ ૧૦૯૫૧ બાળકો ધોરણ ૧ માં પ્રવેશ મેળવશે.

ધોરણ ૯ માં મોરબી તાલુકામાં ૭૯૩ કુમાર અને ૪૬૨ કન્યા મળી ૧૨૫૫ બાળકો, માળીયા તાલુકામાં ૩૬૮ કુમાર અને ૪૨૦ કન્યા મળી કુલ ૭૮૮ બાળકો, ટંકારા તાલુકામાં ૨૯૯ કુમાર અને ૩૬૮ કન્યા મળી કુલ ૬૬૭ બાળકો, વાંકાનેર તાલુકામાં ૫૩૩ કુમાર અને ૬૨૨ કન્યા મળી ૧૧૫૫ બાળકો અને હળવદ તાલુકામાં ૫૨૪ કુમાર અને ૫૫૭ કન્યા મળી ૧૦૮૧ બાળકોને પ્રવેશ આપવામાં આવનાર છે. સમગ્ર જિલ્લામાં ૨૫૧૭ કુમાર તેમજ ૨૪૨૯ કન્યા મળી કુલ ૪૯૪૬ બાળકો ધોરણ ૯ માં પ્રવેશ મેળવી ઉચ્ચ અભ્યાસની સફરમાં આગળ વધશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!