HomeAllસેમસંગે લોન્ચ કર્યું કમાલનું ફીચર, બાજુમાં બેઠેલી વ્યક્તિ પણ મોબાઇલમાં નહીં જોઈ...

સેમસંગે લોન્ચ કર્યું કમાલનું ફીચર, બાજુમાં બેઠેલી વ્યક્તિ પણ મોબાઇલમાં નહીં જોઈ શકે

પબ્લિક ટ્રાન્સપોર્ટમાં કામ કરનાર મોટાભાગના મોબાઇલ યુઝર્સને એક પરેશાની થતી હોય છે અને એ છે તેમની બાજુમાં બેઠેલી વ્યક્તિ મોબાઇલમાં શું કરી રહી છે એ સતત જોયા કરે છે. આથી ઘણાં યુઝર્સ તેમના મોબાઇલમાં પ્રાઇવસી ગ્લાસ નખાવે છે કે બાજુવાળી વ્યક્તિને એ નહીં દેખાય. જોકે હવે સેમસંગ દ્વારા હાલમાં જ S26 અલ્ટ્રાના એક નવા ફીચર્સની હાઇલાઇટ આપી લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. આ ફીચરનું નામ પ્રાઇવસી ડિસ્પ્લે છે. માર્કેટમાં હાલમાં પ્રાઇવસી ગ્લાસની ડિમાન્ડ વધુ છે. તેમ જ લોકો સતત આ પ્રાઇવસીને લઇને સતત સવાલો ઉઠાવે છે. આથી સેમસંગે હવે એનું નિરાકરણ લાવી દીધું છે. સેમસંગના કહે્યા મુજબ તેઓ છેલ્લા પાંચ વર્ષથી આ ડિસ્પ્લે પર કામ કરી રહ્યાં હતાં. પાંચ વર્ષની એન્જિનિયરિંગ, ટેસ્ટિંગ અને એડજસ્ટમેન્ટ બાદ હવે આ ડિસ્પ્લે રજૂ કરવામાં આવી રહી છે.

લોકોની પંચાતનો અંત

સેમસંગ દ્વારા આ નવા ફીચરને પ્રાઇવસીનું એક નવું લેયર કહેવામાં આવી રહ્યું છે. કંપની કહે છે કે હવે યુઝર ક્યાંય પણ જાય તેમની સાથે તેમની પ્રાઇવસી સતત રહેશે. કંપની દ્વારા આ ફીચરને હજી સુધી પ્રાઇવસી ડિસ્પ્લે કહેવામાં નથી આવી, પરંતુ સેમસંગ દ્વારા આ મહિનાની શરૂઆતમાં એક સ્ક્રીનશોટ શેર કરવામાં આવ્યો હતો અને એમાં આ પ્રાઇવસી ડિસ્પ્લે જોવા મળ્યું હતું. સેમસંગ દ્વારા એક વીડિયો લોન્ચ કરવામાં આવ્યો છે અને એમાં દેખાડવામાં આવી રહ્યું છે કે મોબાઇલને સાઇડ એન્ગલથી જોવામાં આવે તો એમાં કંઈ જોવા નથી મળતું.

પ્રાઇવસી ડિસ્પ્લે માટે મળશે કસ્ટમાઇઝ પ્રોટેક્શન

સેમસંગ દ્વારા પ્રાઇવસી ડિસ્પ્લે ફીચર આપવામાં આવ્યો છે, પરંતુ એ સાથે યુઝર્સને કન્ટ્રોલ પણ આપવામાં આવ્યો છે. પ્રાઇવસી ગ્લાસમાં દરેક વસ્તુ દેખાતી બંધ થઈ જાય છે. જોકે આ ફીચરમાં યુઝર નક્કી કરી શકશે કે ડિસ્પ્લેનો કયો પાર્ટ ન દેખાડવો તેમ જ કોઈ એપ્લિકેશનમાં કામ કરી રહ્યાં હોય ત્યારે એ નહીં જોઈ શકાય. ઉદાહરણ તરીકે પાસવર્ડ નાખી રહ્યાં હોય ત્યારે સ્ક્રીન માટે પ્રાઇવસી ફીચરનો ઉપયોગ કરી શકાય છે. આથી યુઝર તેની જરૂરિયાત અનુસાર પ્રાઇવસી ફીચરનો ઉપયોગ કરી શકશે. આથી યુઝરે દરેક વસ્તુ સંતાડીને રાખવાની જરૂર નહીં પડે અને સંપૂર્ણપણે સંતાડીને રાખવું હોય તો એ માટેનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે.

હાર્ડવેર અને સોફ્ટવેરની કમાલ

સેમસંગ ગેલેક્સી S26 અલ્ટ્રા પ્રાઇવસી ડિસ્પ્લેમાં હાર્ડવેર ફ્લેક્સ મેજિક પિક્સેલ OLED ટેક્નોલોજી અને સોફ્ટવેર AIનો કમાલ છે. હાર્ડવેરના લેયરમાં લાઇટને અટકાવી દેતા અન્ય વ્યક્તિ એ નહીં જોઈ શકે. આથી સાઇડ પરથી જોતા એ ડિસ્પ્લે બ્લેક દેખાશે. AI એટલે કે સોફ્ટવેર સેન્સિટિવ કન્ટેન્ટને ઓળખી કાઢશે અને જે-તે સ્ક્રીનના ભાગને બ્લેક કરી દેશે. વોટ્સએપ નોટિફિકેશન આવ્યું હોય તો એ જે જગ્યાએ હશે એ સ્ક્રીન બ્લેક થઈ જશે. પાસવર્ડ નાખવાનો હશે તો એટલો પાર્ટ બ્લેક થઈ જશે. આ સમયે સ્ક્રીનનો અન્ય ભાગ જોઈ શકાશે.

કયા-કયા મોડલમાં જોવા મળશે આ ફીચર?

સેમસંગ દ્વારા ગેલેક્સી S26 સિરીઝને ફેબ્રુઆરીમાં લોન્ચ કરવામાં આવશે. જોકે એવી ચર્ચા ચાલી રહી છે કે આ પ્રાઇવસી ડિસ્પ્લે ફીચર ફક્ત S26 અલ્ટ્રામાં જોવા મળશે. સ્ટાન્ડર્ડ મોડલ અને પ્લસ મોડલમાં એ ફીચર નહીં હોય એવી વાતો ચાલી રહી છે. આથી પ્રાઇવસીને પ્રાધાન્ય આપનાર યુઝર્સ હવે અલ્ટ્રા મોડલ પર પસંદગી ઉતારે એ બની શકે છે. જોકે સેમસંગ દ્વારા મોડલ લોન્ચ કર્યા બાદ જ એ વિશે માહિતી મળશે કે કયા મોડલમાં આ ફીચરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

વર્કશોપનું ગુગલ મેપ પર લોકેશન મેળવવા માટે એડ પર ક્લિક કરો

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!