HomeAllશક્તિસિંહ ગોહિલનો ધડાકો, આજે મારો કોંગ્રેસ પ્રમુખ તરીકેનો છેલ્લો દિવસ છે, મેં...

શક્તિસિંહ ગોહિલનો ધડાકો, આજે મારો કોંગ્રેસ પ્રમુખ તરીકેનો છેલ્લો દિવસ છે, મેં રાજીનામું આપી દીધું છે

શક્તિસિંહ ગોહિલનું કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું… કડી-વિસાવદરની પેટાચૂંટણીમાં કારમી હાર બાદ નિર્ણય, હવે શૈલેષ પરમાર જવાબદારી નિભાવશે

આજે ગુજરાતમાં કડી અને વિસાવદરની પેટાચૂંટણીમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. પરંતું પરિણામ બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પક્ષને રાજીનામું આપ્યાનો મોટો ધડાકો કર્યો છે. પ્રેસ કોન્ફરન્સ સંબોધતા શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, મેં થોડા દિવસ પહેલા aicc ને મારું રાજીનામુ આપી દીધું છે. આજે મારો આ પ્રમુખ તરીકેનો છેલ્લો દિવસ છે.

વિસાવદર અને કડીમાં કોંગ્રેસની હાર બાદ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહે આપેલી પ્રતિક્રિયામાં મોટો ધડાકો કર્યો છે. તેમણે કહ્યું કે, aicc ને ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું સોંપ્યું હોવાનું જણાવ્યુ છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, કોંગ્રેસ આ હાર અંગે મનોમંથન કરશે.

સાથે જ તેમણે નવા અને બદલાયેલા પ્રમુખ અંગે કહ્યું કે, જિલ્લા કક્ષાએ કાર્યકરોનો અવાજ શુ છે તે સાંભળી પ્રમુખ નક્કી કરવા કમિટી બની હતી. Aicc ના રિપોર્ટને મંજૂરી આપી હતી. સંગઠન સજ્જન અભિયાનમાં ગુજરાતને પાયલોટ પ્રોજેક્ટ પર લીધું. જિલ્લા કોંગ્રેસમાં 40 પ્રમુખોની નિમણૂંક થઈ.

પક્ષ કે પરિવાર ને બધા નિર્ણય મંજુર ન હોય પણ આ નિર્ણયથી નવું બળ અને જોમ મળ્યું છે. સંગઠન સર્જનની નિટીમાં દર 3 મહિને જિલ્લા પ્રમુખોની કામગીરીનું નિરીક્ષણ થશે તે જ રીતે કાર્યકરોને સાંભળવામાં આવશે. જે પ્રમુખ બદલાયા તેઓનો આભાર માનું છું. હિમતસિંહે નવા પ્રમુખનું સ્વાગત કર્યું.

તેમણે કહ્યું કે, હારના કારણમાં નહિ પડું પણ જવાબદારી સ્વીકારી રાજીનામુ આપ્યું. મારી કોઈ નબળાઈ રહી હોય શકે તેનો સ્વીકાર કરી મેં રાજીનામુ આપ્યું. હરિયાણા ની ચૂંટણી વખતથી જે માહોલ થયો તેની આ અસર છે. રાજકારણમાં કોઈ બાબત નક્કી ન હોય.

શક્તિસિંહને અનુકૂળ પ્રમુખ ન આવ્યા તે વાત પર નિવેદન આપતા તેમણે કહ્યું કે પાર્ટીને ગમે તે મને ગમે. મારા જિલ્લામાં જે નામો આવ્યા તે વ્યાજબી નામ છે. કોંગ્રેસમાં દરેક મકમતાથી ઉમેદવાર અને કાર્યકર લડ્યા છે. પરિણામ નથી આવી શકયું તેનો સ્વીકાર કર્યો છે.

મેં થોડા દિવસ પહેલા aicc ને મેં રાજીનામુ આપી દીધું હતું. આજે મારો આ પ્રમુખ તરીકેનો છેલ્લો દિવસ છે. હાલ શૈલેષ પરમાર ચાર્જ સાંભળશે. આજથી 30 વર્ષ પહેલાં એવું થયું ત્યારે મંત્રી તરીકેના પદ પરથી રાજીનામું આપ્યું હતું. હાલ મારી પ્રમુખ તરીકે ને તમામ વસ્તુ સોંપી રહ્યો છું. પાર્ટીના તમામ ઉચ્ચ નેતાનો અને જનતાનો આભાર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!