
મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. (Urban Community Development) શાખા દ્વારા શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે સખી મંડળની બહેનો તથા યોજનાકીય લાભાર્થી બહેનો માટે વિવિધ સ્પર્ધાઓ અને આજીવિકા કેમ્પનું આયોજન કરવામાં આવશે.

શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ની ઉજવણી અંતર્ગત મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખા હેઠળ કાર્યરત દીનદયાળ અંત્યોદય રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન (DAY–NULM) અંતર્ગત શહેરી વિસ્તારમાં કાર્યરત સખી મંડળો તથા શહેર આજીવિકા કેન્દ્ર મારફતે નોંધાયેલ યોજનાકીય લાભાર્થી બહેનો માટે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમ અંતર્ગત તા. ૨૭/૧૨/૨૦૨૫, શનિવારે બપોરે ૩:૦૦ વાગ્યે, મોરબી મહાનગરપાલિકાની ઇસ્ટ ઝોન ઓફિસ (રેન બસેરા) ખાતે વાનગી સ્પર્ધા, મહેંદી સ્પર્ધા તેમજ “વેસ્ટમાંથી બેસ્ટ” વસ્તુ બનાવવાની એક દિવસીય સ્પર્ધાઓ યોજાશે. સાથે સાથે, શહેર આજીવિકા કેન્દ્ર મારફતે બહેનોને ઘરેબેઠા રોજગારી મળે તે હેતુસર હેન્ડીક્રાફ્ટ, ઇમિટેશન તથા માટી કળા આધારિત પ્રવૃત્તિઓ માટે રોજગારલક્ષી એક દિવસીય કેમ્પનું પણ આયોજન કરવામાં આવશે.

આ સ્પર્ધાઓ તથા આજીવિકા કેમ્પમાં ભાગ લેવા ઇચ્છુક બહેનોને નિર્ધારિત સ્થળોએ દિન–૨ દરમિયાન મોબાઈલ નંબર મારફતે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. વધુ માહિતી તથા રજીસ્ટ્રેશન માટે યુ.સી.ડી. શાખા, મોરબી મહાનગરપાલિકાની કચેરીના મોબાઈલ નંબર ૯૭૨૬૫૦૧૮૧૦ પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.









