HomeAllશહીદ દિવસ નિમિતે શહીદ જવાનના પરિવારને આર્થિક સહાય અર્પણ

શહીદ દિવસ નિમિતે શહીદ જવાનના પરિવારને આર્થિક સહાય અર્પણ

મોરબી : શહીદ દિવસના પાવન અવસરે મોરબી જિલ્લાના શહીદ જવાન સ્વ. ગણેશભાઈ પરમારના પરિવારને સન્માન અને સહાનુભૂતિ વ્યક્ત કરવા માટે કમલમ મોરબી ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ દરમિયાન અજય લોરિયા દ્વારા સંચાલિત સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા શહીદના પરિવારને રૂપિયા 1,00,000 નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ સહાય રકમ જિલ્લા પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયા, પૂર્વ જિલ્લા પ્રમુખ રાઘવજીભાઈ ગડારા તથા મહામંત્રી ચતુરભાઈ મકવાણા ના હસ્તે વિતરણ કરવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનો દ્વારા શહીદના બલિદાનને નમન કરવામાં આવ્યું હતું અને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. આ ઉપરાંત, દેશભક્તિની ભાવનાને ઉજાગર કરવા માટે કમલમ ખાતે જીવંત દેશભક્તિ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હાજર લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ સમગ્ર કાર્યક્રમ દ્વારા શહીદોના બલિદાનને યાદ રાખવાની સાથે સાથે સમાજમાં રાષ્ટ્રપ્રેમની ભાવના મજબૂત બને તેવો સંદેશ આપવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!