
શિયાળાની ઋતુ શરૂ થઈ ચૂકી છે, એવામાં જો તમારી પાસે પણ સીએનજી કાર હોય તો કેટલીક બાબતોનું તમારે આ ઋતુમાં ખાસ ધ્યાન રાખવું પડશે. જેના વિશે આજે અમે આપને જણાવવા જઈ રહ્યા છીએ. શિયાળો શરૂ થઈ ચૂક્યો છે અને આ ઋતુમાં તમારી સીએનજી (CNG) કારની કાળજી લેવા માટે કેટલીક વધારાની સાવચેતીઓ રાખવી જરૂરી બની જાય છે, ખાસ કરીને ગેસ ભરાવતી વખતે. ઠંડા હવામાનમાં કેટલીક નાની ભૂલો પણ મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે અથવા તમારી કારના પર્ફોર્મન્સને અસર કરી શકે છે. જો તમારી પાસે CNG કાર હોય અથવા તમે નવી CNG કાર ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો આ બાબતો જાણવી તમારા માટે જરૂરી છે.

એન્જિન બંધ રાખો અને બહાર નીકળો – કારમાં CNG ભરાવતી વખતે આ સૌથી મહત્વનું કામ છે. કારમાં CNG ભરાવતી વખતે કારનું એન્જિન બંધ રાખો. બીજુ કારમાંથી બધા લોકો બહાર નીકળી જાઓ. CNG ભરાવતી વખતે જો કાર ચાલુ હોય અને અંદર કોઈ બેઠું હોય તો ખતરો વધી જાય છે. તેથી CNG ભરાવતી વખતે હંમેશા એન્જિન બંધ કરીને કારમાંથી બધા બહાર નીકળી જાવ. આ એક જરૂરી સુરક્ષા નિયમ છે, જેનું પાલન દરેક ઋતુમાં કરવું જોઈએ. પરંતુ શિયાળાની ઋતુમાં તેનું મહત્વ વધુ વધી જાય છે.

ટાંકીને ખાવ ખાલી ન થવા દો – નિષ્ણાતો દ્વારા એવી સલાહ આપવામાં આવે છે કે, શિયાળાની ઋતુમાં કારની CNG ટાંકીને હંમેશા અડધી કે તેથી વધારે ભરેલી રાખો. ખાલી ટાંકીમાં હવા અંદર જાય છે અને ભેજ (Moisture) એકઠો થઈને પાણી બની શકે છે. આ પાણી ફ્યુઅલ પંપને નુકસાન પહોંચાડે છે. ફુલ ટાંકી રાખવાથી તમારી કાર વધુ સુરક્ષિત રહેશે અને લાંબા સમય સુધી ચાલશે.

લીકેજની તપાસ કરો – લીકેજની તપાસ કરો – ઠંડા હવામાનમાં રબર અને પ્લાસ્ટિકના ભાગો સંકુચિત થાય છે, જેથી CNG કિટમાં લીકેજ થઈ શકે છે. ગેસ ભરાવતા પહેલા અને પછી ગંધ પર ધ્યાન આપો. જરા પણ ગેસની ગંધ આવે તો તરત સર્વિસ સેન્ટર જાઓ. શિયાળાની શરૂઆતમાં CNG કિટની પૂરી તપાસ કરાવો.

સિલિન્ડરની એક્સપાયરી ડેટ અને હાઈડ્રો ટેસ્ટિંગ – CNG સિલિન્ડરની એક નિશ્ચિત એક્સપાયરી ડેટ હોય છે, જેને જરૂર ચેક કરો. સાથે જ હાઇડ્રો ટેસ્ટિંગ (Hydro Testing) પણ સમયસર કરાવતા રહો. આ ટેસ્ટ સિલિન્ડરની મજબૂતી અને સુરક્ષાને સુનિશ્ચિત કરે છે. શિયાળામાં પ્રેશરમાં ફેરફાર થાય છે, તેથી આ વધુ જરૂરી છે.




