19 સ્ટોલોમાં સાહિત્ય, શિક્ષણ, પ્રેરણા સહિત વિવિધ ક્ષેત્રોના પુસ્તકો ઉપલબ્ધ


મોરબીના ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વ ધરાવતા મણીમંદિરના પટાંગણમાં રાણી બાગ ખાતે મોરબીમાં પહેલી વાર મોરબી મહાપાલિકા દ્વારા પાંચ દિવસીય પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી મહાપાલિકા દ્વારા પુસ્તક મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને આગમી તા 7 થી 11 સુધી પાંચ દિવસ પુસ્તક મેળો યોજાશે જેમાં કુલ મળીને 19 સ્ટોલો રાખવામા આવશે. આ પુસ્તક મેળો સવારના 10 થી રાત્રિના 9 વાગ્યા સુધી ખુલ્લો રહેશે.

આ પુસ્તક મેળામાં વિવિધ વિષયોના અવનવા અને રસપ્રદ પુસ્તકોના અનેક સ્ટોલો મૂકવામાં આવશે. જેમાં બાળકો, યુવાનો, વિદ્યાર્થીઓ તેમજ વડીલો દરેક વર્ગના વાચકોને અનુરૂપ પુસ્તકોનો ખજાનો અહીં જોવા મળશે. ખાસ કરીને સાહિત્ય, શિક્ષણ, પ્રેરણા, નવલકથા, બાળસાહિત્ય સહિત વિવિધ ક્ષેત્રોના પુસ્તકો એક જ સ્થળે ઉપલબ્ધ રહેશે.
















