સુપ્રસિધ્ધ કલાકારો ના લાઈવ પ્રોગ્રામ સાથે માં બાપા સિતારામ ચોક ખાતે મહાઆરતી નું આયોજન.

પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામ બાપા ની ૨૨૬મી જન્મજયંતિ નિમિતે શ્રી જલારામ જયંતિ શોભાયાત્રા સમિતી-મોરબી દ્વારા ભવ્ય શોભાયાત્રા નું અનેરુ આયોજન કરવા માં આવેલ છે. જે અંતર્ગત તા.૨૯-૧૦-૨૦૨૫ બુધવાર કારતક સુદ ૭ ના રોજ બપોરે ૨ઃ૩૦ કલાકે શહેર ના શ્રી દરિયાલાલ પ્રભુજી ના મંદિર ખાતેથી શોભાયાત્રા પ્રસ્થાન થશે, શોભાયાત્રા નહેરુ ગેઈટ ચોક – શાક માર્કેટ – ગાંધીચોક – વસંત પ્લોટ – રવાપર રોડ – બાપા સીતારામ ચોક – નવા બસસ્ટેન્ડ – સરદાર બાગ – અયોધ્યા પુરી રોડ સહીત ના વિસ્તારો માં વિવિધ આકર્ષણો સાથે શહેર ના રાજમાર્ગો પર ફરી વળશે.

વિવિધ સ્થળોએ શોભાયાત્રા નું સ્વાગત તેમજ પૂ.બાપા નું પૂજન કરવા માં આવશે, બાપા સિતારામ ચોક ખાતે સુપ્રસિધ્ધ કલાકારો ના લાઈવ પર્ફોમન્સ સાથે મહાઆરતી તેમજ સરદાર બાગ ખાતે વૃદ્ધાશ્રમ ના વડીલો દ્વારા આરતી કરવામાં આવશે. શહેર ના નગર દરવાજા ચોક ખાતે તેમજ નવા બસ સ્ટેશન ખાતે મહા આતશબાજી યોજાશે. શોભાયાત્રા દરમિયાન નાસિક ઢોલ, પૂ.જલારામ બાપા નો રથ, ડી.જે, લાઈવ રોટલા પ્રસાદ તેમજ બાળકો દ્વારા રામ દરબાર, શિવ દરબાર, પૂ.જલારામ બાપા, વીરબાઈ માઁ નો વેશ ધારણ કરવા માં આવશે જે આકર્ષણ નું કેન્દ્ર બની રહેશે.

તે ઉપરાંત શ્રી જલારામ શોભાયાત્રા સમિતિ દ્વારા ઘરે ઘરે થી એકત્ર થયેલ રોટલા નું દ્વારા શોભાયાત્રા દરમિયાન પૂ.વીરબાઈ માઁ ના રથ માં રોટલા પ્રસાદ વિતરણ કરવા માં આવશે. શહેર ના દરેક રઘુવંશીઓને સહપરિવાર શોભાયાત્રા માં જોડાવવા શ્રી જલારામ જયંતિ શોભાયાત્રા સમિતી-મોરબી દ્વારા ભાવભર્યુ નિમંત્રણ પાઠવવા માં આવ્યુ છે.

શોભાયાત્રા ને સફળ બનાવવા નિલેશભાઈ ખખ્ખર, ભરતભાઈ રાચ્છ, જીતુભાઈ રાજવીર, પરેશભાઈ કાનાબાર, જીતુભાઈ પુજારા, કેતનભાઈ પુજારા, સંજયભાઈ ભોજાણી, નિલેશભાઈ રાજા, ભાવિનભાઈ ખંધેડિયા, ઉદયભાઈ રાજા, જીતેશભાઈ સચદેવ, તેજસ બારા, જય કક્કડ, રવિ કોટેચા, રોનક કારિયા, વિરેન પુજારા, સચિન કાનાબાર, નેહલ કોટક, જીજ્ઞેશ પોપટ, ધવલ રાજા, પાર્થ સેતા, વિપુલ વી. પંડિત, કુલદીપ રાજા, નિખિલ પોપટ, જય ભોજાણી, જતીનભાઈ કારિયા, જય મીરાણી, પ્રતીક રાચ્છ, સાગર જોબનપુત્રા, દર્શન પુજારા, સુનીલ પુજારા, લખન કક્કડ, નિમિશ કોટક, યજ્ઞેશ સોમૈયા, સાગર રાજા,

પ્રતીક હાલાણી, જતીનભાઈ ખખ્ખર, હાર્દિક પોપટ, બિનીત બુદ્ધદેવ, સાગર મીરાણી, જીગ્નેશભાઈ ખખ્ખર, જનક ચંડીભમર, કુલદીપ ચંડીભમર, ચેતનભાઈ ચંડીભમર, પ્રિયાંક પંડિત, મેહુલ પુજારા, આનંદ સેતા, અમિત પંડિત, પરિમલ ઠક્કર, અજયભાઈ કોટક, ભાવિન ભગદેવ, હાર્દિક કારિયા, નિશાંત જોબનપુત્રા, રવિ ખખ્ખર, ઓમ પુજારા, અજય (ભાણાભાઈ દલાલ) સહિત નાં શ્રી જલારામ જયંતિ શોભાયાત્રા સમિતી-મોરબી ના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.


























