HomeAllશ્રી મારુ કંસારા યુવા પ્રગતિ મંડળ દ્વારા “પ્રતિભા સન્માન કાર્યક્રમ”નું આયોજન

શ્રી મારુ કંસારા યુવા પ્રગતિ મંડળ દ્વારા “પ્રતિભા સન્માન કાર્યક્રમ”નું આયોજન

જૂનાગઢ સ્થિત શ્રી મારુ કંસારા યુવા પ્રગતિ મંડળ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા તથા સમાજની પ્રતિભાઓને સન્માનિત કરવા માટે “પ્રતિભા સન્માન કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં ધોરણ ૧ થી ૧૨ના વિદ્યાર્થીઓને નકદ પ્રોત્સાહન સાથે સ્કીલ ડેવલપમેન્ટ આધારિત પ્રવૃત્તિઓ યોજાશે. ઉપરાંત સ્નાતક–અનુસ્નાતક પદવી મેળવનાર વિદ્યાર્થીઓ તેમજ સમાજમાં વિશિષ્ટ યોગદાન આપનાર જ્ઞાતિજનોનું સન્માન કરવામાં આવશે.

આ કાર્યક્રમ તા. ૧ ફેબ્રુઆરી ૨૦૨૬, રવિવાર, સાંજના ૪ થી ૮ વાગ્યા દરમિયાન રેડક્રોસ હોલ, આઝાદચોક, જૂનાગઢ ખાતે યોજાશે. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહેમાનો માટે હળવા ભોજનની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.

સ્નાતક તથા અનુસ્નાતક વિદ્યાર્થીઓના સન્માન માટે નામ નોંધણી તા. ૨૬/૧/૨૦૨૬ સુધીમાં મો. ૯૮૨૪૫૦૧૧૪૦ પર કરાવવાની રહેશે. ભોજન વ્યવસ્થાની સરળતા માટે પરિવારના સભ્યોની સંખ્યા અગાઉથી તા. ૨૯/૧/૨૦૨૬ સુધીમાં નોંધાવવી અનિવાર્ય છે.

કાર્યક્રમમાં આશ્ચર્યજનક પ્રવૃત્તિઓ, લક્કી ડ્રો તથા બાળકો માટે સરપ્રાઈઝ ગિફ્ટનું પણ આયોજન કરાયું છે. શ્રી મારુ કંસારા યુવા પ્રગતિ મંડળે સમાજના સર્વ જ્ઞાતિજનોને સમયસર ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા અપીલ કરી છે.

વર્કશોપનું ગુગલ મેપ પર લોકેશન મેળવવા માટે એડ પર ક્લિક કરો
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!