HomeAllસિંધુ બાદ ભારતની પાક.ને વધુ એક ઝટકો આપવાની તૈયારી : હવે રાવીનું...

સિંધુ બાદ ભારતની પાક.ને વધુ એક ઝટકો આપવાની તૈયારી : હવે રાવીનું પાણી રોકાશે

ભારત સરકાર પાકિસ્તાનને વધુ એક ઝટકો દેવાની તૈયારીમાં છે. ખરેખર તો સિંધુ જળ સમજુતી સસ્પેન્ડ કર્યા બાદ હવે ભારત રાવી નદીનું પાણી પણ પાકિસ્તાન તરફ વહેતું રોકશે.

ભારત સરકાર રાવી નદીના ભારતના ભાગના જળને પાકિસ્તાન તરફ જતું રોકવા યોજના બનાવી રહી છે. જો આમ થાય તો ઉનાળાની ઋતુમાં પાકિસ્તાનનું જળસંકટ ઘેરું બની શકે છે. શાહપુર કંડી ડેમ પ્રોજેક્ટ લગભગ પુરો થઇ ગયો છે. જે પાકિસ્તાન માટે પરેશાની ઉભી કરી શકે છે.


હકીકતમાં સિંધુ જળ સંધિ સમજુતી સસ્પેન્ડ થયા બાદ પંજાબ, જમ્મુ, કાશ્મીરની સીમા પર બની રહેલા શાહપુર કંડી ડેમના કામમાં ઝડપ આવી છે અને આ પ્રોજેક્ટ પુરો થવાની નજીક છે.


ઉલ્લેખનીય છે કે, આ ડેમનો પ્રોજેક્ટ વર્ષ 1979માં રાવી નદીના ભારતના ભાગના પાણીને પાકિસ્તાન જતાં રોકવા બનાવાયો હતો, જેનો શિલાન્યાસ પૂર્વ પીએમ ઇન્દિરા ગાંધીજી હસ્તે થયો હતો. બાદમાં તેનું નિર્માણ પંજાબ-જમ્મી કાશ્મીર વિવાદને કારણે રોકાઇ ગયું હતું.

વર્કશોપનું ગુગલ મેપ પર લોકેશન મેળવવા માટે એડ પર ક્લિક કરો
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!