HomeAllSIR Form : ઓનલાઈન પણ ભરી શકો છો SIR ફોર્મ, આ ડોક્યુમેન્ટની...

SIR Form : ઓનલાઈન પણ ભરી શકો છો SIR ફોર્મ, આ ડોક્યુમેન્ટની પડશે જરૂર, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

ભારતના ચૂંટણી પંચ (ECI)ની સૂચના પર ગુજરાત સહિત 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 4 નવેમ્બર, 2025થી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા ચાલી રહી છે.

BLO ઘરે ઘરે જઈને મતદારો પાસેથી ગણતરી ફોર્મ ભરી રહ્યા છે. જો કે, ચિંતા કરવાની કોઈ જરૂર નથી, તમે ઓનલાઈન પણ અરજી ફોર્મ ભરી શકો છો.

બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) દ્વારા ડોર-ટુ-ડોર સર્વે પ્રક્રિયા દરમિયાન જો તમે પણ ફોર્મ ભરી શક્યા નથી અને તમારું વેરિફેકશન બાકી છે, તો ગભરાવાની જરૂર નથી.

અમે તમને એક સરળ પ્રોસેસ જણાવી રહ્યા છીએ જેના દ્વારા તમે તમારા ઘરે બેઠા SIR ફોર્મ ઓનલાઈન ભરી શકો છો.

SIR ફોર્મ ભરવા માટે સૌથી પહેલા ચૂંટણી પંચના મતદાર સેવા પોર્ટલ voters.eci.gov.in પર જાઓ.

સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) – 2026 પર ક્લિક કરો, તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર/ઇમેઇલ ID/EPIC નંબરથી લોગ ઇન કરો, અને પછી Fill Enumeration Form પર ક્લિક કરો.

આગળના પેજ પર, તમારું રાજ્ય પસંદ કરો અને તમારો EPIC નંબર દાખલ કરીને તમારી વિગતો શોધો. પછી તમારી મતદાર યાદી અને BLO માહિતી દેખાશે.

નામ, EPIC નંબર, સીરીયલ નંબર, બ્લોક નંબર, વિધાનસભા/લોકસભા મતવિસ્તાર અને રાજ્ય જેવી પહેલાથી ભરેલી માહિતી તપાસો. પછી, તમારો મોબાઇલ નંબર દાખલ કરો અને OTP બટન પર ક્લિક કરો.

ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારો મોબાઇલ નંબર તમારા મતદાર કાર્ડ સાથે લિંક થયેલ હોવો જોઈએ. જો તમારો મોબાઇલ નંબર લિંક થયેલ નથી, તો તમારે પહેલા ફોર્મ 8 ઓનલાઈન ભરીને તેને લિંક કરવો પડશે.

આ પછી તમારી પર્સનલ ડિટેલ વેરિફાય કરવા માટે તમારી પાસે ત્રણ વિકલ્પો હશે. વિકલ્પ 1 : તમારું નામ છેલ્લી ચૂંટણીની મતદાર યાદીમાં છે.

વિકલ્પ 2 : તમારા માતા-પિતાના નામ (પિતા, માતા, દાદા, દાદી) છેલ્લી ચૂંટણીની મતદાર યાદીમાં છે. વિકલ્પ 3 : તમારું નામ કે તમારા માતા-પિતાના નામ છેલ્લી ચૂંટણીની મતદાર યાદીમાં નથી.

આ વિકલ્પોમાંથી એક પસંદ કરો અને વેરિફાય કરો.ઓનલાઈન ફોર્મ ભરવા માટે આધાર કાર્ડ જરૂરી છે અને તે તમારા મતદાર ID કાર્ડ સાથે લિંક હોવું આવશ્યક છે. આધાર કાર્ડ અને મતદાર ID કાર્ડ બંને પરનું નામ મેળ ખાતું હોવું જોઈએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!