
બાંધકામના કોસ્ટમાં મોટો રોલ ભજવતા સળિયાના ભાવો થોડા સમય પહેલા તુટી રહ્યા હતા, પરંતુ હવે અચાનક ઉછાળો જોવા મળી રહ્યો છે જેને કારણે કન્સ્ટ્રશન કોસ્ટમાં વધારો થઇ શકે છે.
સળિયાના ભાવ વધવા પાછળના કારણો જોઇએ તો આર્યન ઓર, કોકિંગ કોલ, મેગેનીઝ ઓર અને સ્ક્રેપ જેવા કાચા માલમાં ઇન્ટરનેશનલ લેવલે અને નેશનલ લેવલે ભાવ વધ્યા છે જેની અસર જોવા મળી છે.
ભારત સરકારે સ્ટીલની આયાત પર સેફ ગાર્ડ ડ્યુટી નાંખી છે જેને કારણે ડમ્પીંગ ઘટયું છે, પરંતુ સ્થાનિક મિલોએ આનો લાભ લઇને ભાવ વધારી દીધા છે.
ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રકચર, બાંધકામ સેકટરની માંગ વધી છે.ખાસ કરીને ગર્વમેન્ટ પ્રોજેક્ટ માટે.
ગુજરાતમાં પણ સળિયાનાભાવ મેટ્રીક ટન દીઠ 6000 જેટલા વધી ગયા છે.





















