
મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે પાટીદાર સેવા સમાજ દ્વારા ખાનપુર 42 લેઉવા પાટીદાર સમાજ સ્નેહમિલન સમારોહનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા જયેશ રાદડિયાએ કહ્યું કે, ‘સમાજના આગેવાનોનો હાથ ખેંચો પગ નહીં…’

મહીસાગરમાં આયોજિત પાટિદાર સમાજમાં જયેશ રાદડિયાએ કહ્યું કે, ‘સમાજને એક થવા અને સંગઠિત થવા હાકલ કરવી ન પડે. સૌથી મોટી કમનસીબી છે કે, આવડા મોટા સમાજને આટલા વર્ષો બાદ પણ બીજા સરદાર નથી મળ્યા. આગામી સમયમાં જ્યાં પણ જરૂર જણાશે ત્યાં હું સમાજ સાથે રહીશ.’

તેમણે વધુમાં જણાવ્યું કે, ‘સમાજના લોકોને જરૂર પડે ત્યાં મદદરૂપ થાય, અત્યારે તો જેવો કોઈ આગેવાન આગળ આવે તો એના પગ ખેંચીને પાડે. ગુજરાતના પાટિદારો એક થાય તે માટે દરેક આગેવાનોએ પ્રયાસ કર્યા છે.’





























