
નીતિ આયોગ દ્વારા જારી કરવામાં આવેલા ‘એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઈન્ડેક્સ’ (EPI) 2024 મુજબ, ભારતના રાજ્યોમાં નિકાસ વધારવાની ક્ષમતા અને તૈયારીઓમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. નીતિ આયોગના સૂચકાંકમાં ઉત્તરપ્રદેશે ટોપ 5 રાજ્યોમાં સ્થાન બનાવ્યું છે. મહારાષ્ટ્ર 68.01 સ્કોરની સાથે ટોચ પર છે. જાણો રાજ્યોના નિકાસ રેંકિંગનું સંપૂર્ણ વિશ્લેષણ…

ઉત્તરપ્રદેશે નીતિ આયોગના નિકાસ તૈયારી સૂચકાંક 2024માં પોતાની સ્થિતિ મજબૂત કરી છે. દેશના ટોચના 5 રાજ્યમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. નીતિ આયોગ દ્વારા બુધવારે બહાર પાડવામાં આવેલા વ્યાપક મૂલ્યાંકનમાં ઉત્તરપ્રદેશ નિકાસ તત્પરતા અને પ્રદર્શન મામલે ચોથા સ્થાન પર રહ્યું છે. આ રિપોર્ટ સમગ્ર દેશના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનાં નિકાસની ક્ષમતાને પરખવાની સાથે સાથે તેમની વચ્ચે પ્રતિસ્પર્ધી સંઘવાદને વધારવાનાં ઉદ્દેશ્યથી તૈયાર કરવામાં આવ્યો છે.

રિપોર્ટમાં ટોપ-3માં કયા રાજ્ય?
નીતિ આયોગના સીઈઓ બીવીઆર સુબ્રમણ્યમ દ્વારા નવી દિલ્હીમાં બહાર પાડવામાં આવેલા આ રિપોર્ટ અનુસાર, મહારાષ્ટ્ર 68.01 ના સ્કોર સાથે મોટા રાજ્યોની શ્રેણીમાં પહેલા સ્થાન પર છે. મહારાષ્ટ્ર બાદ તમિલનાડુ બીજા અને ગુજરાત ત્રીજા સ્થાન પર છે. ઉત્તરપ્રદેશે ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું છે. જ્યારે આંધ્રપ્રદેશ આ યાદીમાં પાંચમા નંબરે છે. EPI 2024 ની આ યાદીમાં ગત વર્ષ 2022 થી નાણાકીય વર્ષ 2024 ના સમયગાળા દરમિયાન રાજ્યોના નિકાસ અને પ્રદર્શન અને ભવિષ્યની સંભાવનાઓની માહિતી આપી છે. સૂચકાંક અંતર્ગત રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને તેના પ્રદર્શનના આધારે લીડર્સ, ચેલેન્જર્સ અને એસ્પિરેન્ટ્સ જેવી શ્રેણીઓમાં વહેંચવામાં આવ્યું છે.

નાના રાજ્યોમાં ઉતરાખંડ અને જમ્મુ કાશ્મીરનું પ્રદર્શન નિકાસની તૈયારી માત્ર મોટા ઔદ્યોગિક રાજ્યો સુધી સીમિત નથી. નાના રાજ્યો, ઉત્તર-પૂર્વના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની શ્રેણીમાં ઉત્તરાખંડે પહેલું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ત્યાર બાદ જમ્મુ કાશ્મીરી બીજા અને નાગાલેન્ડ ત્રીજા સ્થાન પર છે. રિપોર્ટ અનુસાર આ રેંકિંગ ઉત્પાદન કેન્દ્રો અને અન્ય ક્ષેત્રોમાં નિકાસની તૈયારીની દિશામાં થઈ રહેલી પ્રગતિના આધારે તૈયાર થાય છે.

70 માપદંડો પર આધારિત મૂલ્યાંકન ઇપીઆઇ 2024 નું માળખું ખુબ જ વ્યાપક છે. આ ચાર મુખ્ય સ્તંભો અંતર્ગત 70 માપદંડો પર આધારિત છે. આ સ્તંભોમાં મુખ્યત્વે નિકાસનો માળખાગત ઢાંચો, નીતિ અને શાસન, ઔદ્યોગિક અને ઔદ્યોગિક નવપ્રવર્તન ઇકોસિસ્ટમ છે.

નિકાસના આંકડા
ગત વખતની તુલનાએ આ વખતે સૂચકાંકમાં પાંચ નવા આયામ જોડવામાં આવ્યા છે. નીતિ આયોગ દ્વારા આ વખતે લોજિસ્ટિક્સ, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ, માનવ મૂડી સહિતના માપદંડો ઉમેરવામાં આવ્યા છે. આ સતત બદલી રહેલા વૈશ્વિક વ્યાપાર પરિદ્રશ્ય અનુરૂપ પ્રાસંગિક છે.

રિપોર્ટમાં ભવિષ્ય માટે શું?
રિપોર્ટમાં તે બાબત પર ભાર અપાયો છે કે, આ સૂચકાંક માત્ર રાજ્યોના રેન્કિંગ કરવાનું માધ્યમ છે. પરંતુ આ એક પોલિસી ગાઇડ તરીકે મદદરૂપ સાબિત થઇ શકે છે. જેના નિષ્કર્ષોથી રાજ્ય પોતાની ભૂલોને ઓળખી અને સુધારીને સંસ્થાગત વિકાસ કરી શકશે. નીતિ આયોગના અનુસાર આ સુધારાથી કેન્દ્ર અન રાજ્યો વચ્ચે સારા સમન્વય સુનિશ્ચિત હશે અને વૈશ્વિક વ્યાપારમાં એમએસએમઇની ભાગીદારી વધશે. આગામી સમયમાં તે ડેટા સંચાલિત દ્રષ્ટિકોણ ભારતના નિકાસ પરિસ્થિતિકી તંત્રને આંતરરાષ્ટ્રીય માનકો અનુરૂપ ઢાળવામાં મદદગાર સાબિત થશે.

મહત્ત્વના મુદ્દા…
1. ઉત્તરપ્રદેશની મોટી સિદ્ધિ: આ વર્ષના ઈન્ડેક્સમાં ઉત્તરપ્રદેશ (UP)એ શાનદાર પ્રદર્શન કર્યું છે. યુપી હવે દેશના ટોચના 5 રાજ્યોમાં સામેલ થઈ ગયું છે. લેન્ડ લોક (ચારે બાજુ જમીનથી ઘેરાયેલા) રાજ્યોની શ્રેણીમાં ઉત્તરપ્રદેશ પ્રથમ ક્રમે આવ્યું છે.

2. ટોચના પાંચ રાજ્યો: નિકાસની તૈયારીઓના મામલે સમગ્ર દેશમાં જે પાંચ રાજ્યો મોખરે રહ્યા છે તેમાં તમિલનાડુ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ગુજરાત અને ઉત્તરપ્રદેશનો સમાવેશ થાય છે. આ રાજ્યોએ નિકાસ નીતિ, બિઝનેસ ઇકોસિસ્ટમ અને એક્સપોર્ટ પર્ફોર્મન્સમાં શ્રેષ્ઠ ગુણ મેળવ્યા છે.

3. ગુજરાતનું સ્થાન: પરંપરાગત રીતે નિકાસમાં અગ્રેસર રહેલું ગુજરાત આ યાદીમાં ટોચના સ્થાનોમાં જળવાઈ રહ્યું છે. દરિયાકાંઠો ધરાવતા રાજ્યોમાં ગુજરાત અને તમિલનાડુ વચ્ચે સખત સ્પર્ધા જોવા મળી છે.






