HomeAllસોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો: ચાંદી એક ઝાટકે રૂ.9,600 સસ્તી થઈ, રોકાણકારો ખાસ...

સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો: ચાંદી એક ઝાટકે રૂ.9,600 સસ્તી થઈ, રોકાણકારો ખાસ વાંચે

સોના અને ચાંદીમાં છેલ્લા ઘણા દિવસોની જોરદાર તેજી બાદ આજે મોટો કડાકો આવ્યો છે. ખાસ કરીને ચાંદીમાં આવેલી સુનામી શાંત થઈ જે સવાલ ઊભો કરે છે કે શું સોના અને ચાંદીના ભાવમાં વધુ ઘટાડો આવશે?

આજે ચાંદીમાં 9,696 રૂપિયાનો ઘટાડો

બુધવારે સાંજે 7:25 કલાકે મલ્ટી કોમોડિટી માર્કેટ (MCX) પર ચાંદીનો ભાવ 9,696 રૂપિયા એટલે કે 3.74 ટકા ઘટીને 2,49,115 રૂપિયા પ્રતિ કિલો થયો, જ્યારે સવારના કારોબાર દરમિયાન, ચાંદી રૅકોર્ડ હાઇ સ્તર 2,59,692 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ હતી. આજ રીતે સોનાના ભાવમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો, સોનાના ભાવ ₹1,332 ઘટીને ₹1,37,751 પ્રતિ 10 ગ્રામ થયા. સોનાનો રૅકોર્ડ ભાવ ₹1,40,465 પ્રતિ 10 ગ્રામ છે.

સોના અને ચાંદીના ભાવ કેમ ઘટ્યા?

માર્કેટ એક્સપર્ટના મત મુજબ રોકાણકારોને સોના ભાવ રૅકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા પછી નુકસાનનો ડર લાગી રહ્યો છે જેથી હાલ તેઓ મોટા પાયે નફો બુક કરી રહ્યા છે. આ નફો એ હકીકતને કારણે પણ છે કે ચાંદીએ એક વર્ષમાં 150%થી વધુ વળતર આપ્યું છે તેની સામે સોનામાં 75%નો વધારો થયો છે. જેથી ઘણા રોકાણકારો સોનું વેચી ચાંદી તરફ પણ જઈ રહ્યા છે.

શું સોનું અને ચાંદી સસ્તું થશે?

ઘણા નિષ્ણાત માને છે કે સોના અને ચાંદીના ભાવ તેમના સૌથી ઊંચા સ્તરની ખૂબ જ નજીક છે પણ હાલનું નફા-બુકિંગ કારણે થોડા સમય માટે સોનું સસ્તું થઈ શકે છે, પણ બીજી તરફ મજબૂત માંગને કારણે લાંબા ગાળાનું રોકાણ હજુ પણ લાભદાયી નીવડી શકે છે. પણ ઊંચા ભાવના કારણે સતર્ક રહેવું જરૂરી છે. 

ઘણી બૅંકો અને નિષ્ણાતોને આશા છે કે સોના અને ચાંદીના ભાવ ઊંચા જ રહેશે, જો નવા ઊંચા સ્તરે નહીં પહોંચે, તો 2026માં મજબૂત સપોર્ટ સાથે સ્થિર રહેશે. સામે કેટલાક માને છે કે ભાવ હજુ પણ સારા એવા વધી શકે છે. અમુક નિષ્ણાતોનો મત છે કે જો બે ત્રણ દિવસ ભાવ ઘટાડાનો સિલસલો યથાવત્ રહે તો સોના અને ચાંદીમાં રોકાણ કરવું નફાકારક રહેશે.

વર્કશોપનું ગુગલ મેપ પર લોકેશન મેળવવા માટે એડ પર ક્લિક કરો

નાના નાના હપ્તામાં રોકાણ કરી શકાય

સોના અને ચાંદીના ભાવ ખૂબ વધી જતાં સામાન્ય લોકો માટે એકસાથે લાખો રૂપિયાની ખરીદી કરવી મુશ્કેલ અથવા તો શક્ય નથી, જેથી નિષ્ણાત લોકો સલાહ આપે છે કે સોના અને ચાંદીમાં રોકાણ ડિજિટલ રીતે કરી શકાય, આ રોકાણ ગોલ્ડ ETF, સિલ્વર ETF અથવા ગોલ્ડ-સિલ્વર ફંડમાં થઈ શકે, માસિક અથવા સાપ્તાહિક રોકાણ શરુ કરી લાંબા ગાળે મોટો નફા સાથે માર્કેટ સંકટનો ભય પણ ઓછો રહે છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!