
લાઈવમિન્ટના અહેવાલ મુજબ, સરકારી તેલ કંપનીઓએ રિટેલ પેટ્રોલ પંપને ક્રેડિટ પર ઈંધણ આપવાનું બંધ કરી દીધું છે અને ચુકવણી માટે કડક નિયમો લાગુ કર્યા છે.

ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધના કારણે પેટ્રોલ પંપ માલિકોને પણ એવો દિવસ જોવા મળ્યો છે, જેની તેમણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી. અત્યાર સુધી એલપિજી સપ્લાયમાં દેખાતો સંકટ હવે ધીમે ધીમે પેટ્રોલ પંપ સુધી પણ પહોંચતો જોવા મળી રહ્યો છે. દેશની તમામ સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ પંપ માલિકો માટે નવો નિયમ લાગુ કરી દીધો છે. આ નિર્ણયની અસર જલ્દી જ સામાન્ય લોકો સુધી પણ પહોંચી શકે છે. હવે દેશની તમામ તેલ કંપનીઓએ સ્પષ્ટ કરી દીધું છે કે, હવે પેટ્રોલ પંપને માત્ર પ્રી-પેમેન્ટ પર જ તેલ મળશે અને હાલના સંકટને ધ્યાનમાં રાખીને ક્રેડિટ પર તેલ આપવાની વ્યવસ્થા બંધ કરી દેવામાં આવી છે.

લાઈવમિન્ટના અહેવાલ મુજબ, સરકારી તેલ કંપનીઓએ રિટેલ પેટ્રોલ પંપને ક્રેડિટ પર ઈંધણ આપવાનું બંધ કરી દીધું છે અને ચુકવણી માટે કડક નિયમો લાગુ કર્યા છે. મામલાથી જોડાયેલા લોકોનું કહેવું છે કે, ઈરાનના હોર્મુઝ સ્ટ્રેટ બંધ થયા પછી સપ્લાય ચેઇનમાં મુશ્કેલીઓ આવી રહી છે અને એ જ કારણે તેલ કંપનીઓએ આ નિર્ણય લીધો છે. હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને ભારત પેટ્રોલિયમે ગયા અઠવાડિયાથી જ એડવાન્સ પેમેન્ટ સિસ્ટમ લાગુ કરી દીધી છે, જ્યારે ઈન્ડિયન ઓઈલે ગયા સોમવારથી 5 દિવસની ક્રેડિટ પોલિસી પણ સસ્પેન્ડ કરી દીધી છે.

હવે પહેલા પૈસા, પછી ક્રૂડ- હમણાં સુધી તેલ કંપનીઓ પેટ્રોલ પંપ માટે શોર્ટ ટર્મ ક્રેડિટ પોલિસી આપતી હતી, જેમાં માલિકોને પહેલા તેલ મળતું અને પછી પૈસા ચૂકવવાના રહેતા. હવે દેશની ત્રણેય સરકારી તેલ કંપનીઓના આ નિર્ણયથી લગભગ 1 લાખથી વધુ પેટ્રોલ પંપ પર અસર પડશે, જેની સીધો અસર સામાન્ય લોકો પર પણ પડી શકે છે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે, જ્યારે પશ્ચિમ એશિયામાં તણાવને કારણે ભારતના 40% તેલ સપ્લાય રૂટ પર મુશ્કેલીઓ ઉભી થઈ છે. જેના કારણે દુનિયાના ત્રીજા સૌથી મોટા તેલ વપરાશકર્તા દેશ માટે સંકટ ઊભું થયું છે.

દેશમાં કેટલું ક્રૂડ વપરાય છે?- એજન્સીઓના અંદાજ મુજબ, આવતા નાણાકીય વર્ષમાં ભારતમાં તેલની વપરાશ લગભગ 26 કરોડ ટન સુધી પહોંચી શકે છે. રિટેલ પેટ્રોલ પંપ સિવાય તેલ કંપનીઓએ કૃષિ ક્ષેત્રના હોલસેલ ખરીદદારો, ટ્રાન્સપોર્ટ અને ઉદ્યોગોને પણ ક્રેડિટ પર તેલ આપવાનું બંધ કરી દીધું છે. જોકે, પેટ્રોલિયમ મંત્રાલય તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જવાબ આપવામાં આવ્યો નથી, પણ ઘણા પેટ્રોલ પંપ માલિકોએ આવી વ્યવસ્થાની પુષ્ટિ કરી છે.

પેટ્રોલ પંપ સંગઠન શું કહે છે? -ભારતીય પેટ્રોલિયમ ડીલર્સ સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉદય લોધે જણાવ્યું કે, ત્રણેય સરકારી તેલ કંપનીઓએ એડવાન્સ પેમેન્ટ સિસ્ટમ લાગુ કરી દીધી છે અને હવે કોઈ પણ પેટ્રોલ પંપને ક્રેડિટ પર તેલ આપવામાં આવતું નથી. અત્યાર સુધી ત્રણેય કંપનીઓ ક્રેડિટ લાઇન આપતી હતી, જેના કારણે થોડા દિવસ સુધી મુદત મળતી હતી. આ સંગઠન દેશના 30 હજારથી વધુ પેટ્રોલ પંપનું પ્રતિનિધિત્વ કરે છે.













