
આજના સમયમાં ઓનલાઇન શોપિંગ ખૂબ જ સામાન્ય છે. મોટાભાગના લોકો હવે દરેક વસ્તુ ઓનલાઇન ખરીદી કરે છે. કપડાંથી લઈને શાકભાજી સુધી દરેક વસ્તુની ઓનલાઇન ખરીદી થતી હોય છે.

ઓનલાઇન ખરીદી કરતી વખતે સામાન ઘણી વાર સસ્તા હોય છે, પરંતુ પેમેન્ટ કરતી વખતે એની કિંમત અચાનક વધી જાય છે.

ઓનલાઇન પ્લેટફોર્મ પર ઘણી વાર ઓરિજિનલ કિંમતને છુપાવવા માટે ઘણા નુસખાઓનો ઉપયોગ કરવામાં આવે છે.ઘણી વાર પ્રોડક્ટ સસ્તી હોવાથી યુઝર્સ એનું બુકિંગ કરી દે છે.

ત્યાર બાદ યુઝર જેમ ફાઇનલ પેજ પર જઈને પેમેન્ટ કરવા જાય કે એની કિંમતમાં વધારો થઈ જાય છે. આ રીતે કિંમતમાં વધારો કરવામાં આવે એને ડાર્ક પેટર્ન કહેવામાં આવે છે.

એને લઈને સરકારી એજન્સી દ્વારા વોર્નિંગ જાહેર કરવામાં આવી છે, તેમજ એક હેલ્પલાઇન નંબર પણ આપ્યો છે જેના પર ફોન કરીને ફરિયાદ કરી શકાય છે.

કન્ઝ્યુમર અફેર્સ દ્વારા શેર કરવામાં આવી જાણકારીઇલોન મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કન્ઝ્યુમર અફેર્સ એકાઉન્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવી છે.

તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ડાર્ક પેટર્નના કારણે યુઝર્સ ચોક્કસ વસ્તુની ખરીદી પણ નથી કરી શકતા. આથી જે યુઝર્સને આ ડાર્ક પેટર્ન નજરમાં આવે, તે તરત જ હેલ્પલાઇન નંબર પર ક્લિક કરવું.

















