
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન પ્રથમ વખત ગુજરાત પ્રવાસે 20થી 22 ફેબ્રુઆરી આવશે. તેઓ વિવિધ શહેરોમાં કાર્યકરોને મળશે, માર્ગદર્શન આપશે અને અમદાવાદમાં ભવ્ય જનસભાને સંબોધન કરશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે પાર્ટી કાર્યકરોને બુસ્ટ અપ કરશે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ નીતિન નબીન પહેલી વાર ગુજરાત પ્રવાસે આવવાના છે. આગામી 20 ફેબ્રુઆરીએ નીતિન નબીન રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ પ્રથમ વખત ગુજરાત પ્રદેશની પ્રવાસે આવી રહ્યા છે. જે અંતર્ગત તેઓ કાર્યકર્તાઓ સાથે મિલન મુલાકાત કરવાના છે. તદુપરાંત કાર્યકર્તાઓ સાથે વિવિધ શુભેચ્છા સંદેશનું પણ આદાન-પ્રદાન થાય તે પ્રકારની પણ રૂપરેખા ઘડાઈ રહી છે.

એક બાદ એક નેતાઓ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિમણૂક પામેલ નીતિન નબીન સાથે મુલાકાત કરી રહ્યા છે. રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ એક બાદ એક નેતાઓ તેમની પાસે શુભેચ્છા મુલાકાત કરી રહ્યા છે, ત્યારે તાજેતરમાં ભાજપના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ભાજપના યુવા અને રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન સાથેની શુભેચ્છા મુલાકાત દિલ્હી ખાતે યોજી હતી. ત્યારે આવનારા દિવસોમાં રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન ગુજરાતનો પ્રવાસ પણ ખેડશે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ દેશભરના વિવિધ રાજ્યના પ્રવાસ અર્થે જવાના છે. તે અંતર્ગતની રૂપરેખા પણ રાષ્ટ્રીય સ્તરે ઘડાઈ રહી છે. જેના ભાગરૂપે રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન આવનારા સપ્તાહમાં ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. જેને લઈને ભાજપ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. જે મુજબ તેઓ 20થી 22 ફેબ્રુઆરી એમ 3 દિવસ ગુજરાતમાં રહેશે અને વિવિધ શહેરોમાં કાર્યકરોને મળશે.
















