
સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં નાકાબંધીને કારણે ચાલી રહેલા વૈશ્વિક સંકટ વચ્ચે ભારત આ મહત્વપૂર્ણ માર્ગ પરથી પસાર થતા સૌથી વધુ જહાજો ધરાવતા દેશોમાં ઉભરી આવ્યું છે. 28 ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 8 ભારતીય જહાજોએ હોર્મુઝનો રસ્તો ઓળંગી લીધો છે.

કયા કયા જહાજો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઓળંગીને ભારત આવ્યા?
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ભારતના 8 જહાજોએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાર કર્યું છે. જેમાં શિવાલિક, નંદા દેવી, જગ લાડકી, પાઇન ગેસ, જગ વસંત, BW ટાયર, BW એલ્મ અને ગ્રીન સાન્વીનો સમાવેશ થાય છે.

ભારત સપ્લાય જાળવી રાખવા માટે સક્રિય
આ આંકડા દર્શાવે છે કે, આંતરરાષ્ટ્રીય તણાવ અને નાકાબંધી હોવા છતાં, ભારત આ મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગ દ્વારા પોતાનો વેપાર અને સપ્લાય જાળવી રાખવા માટે સક્રિય છે. આ વિસ્તાર વૈશ્વિક તેલ અને ગેસના પરિવહન માટે અત્યંત સંવેદનશીલ અને મહત્વનો માનવામાં આવે છે.















