સત્ય નદેલાએ PM મોદી સાથે કરી મુલાકાત, ભારતમાં એશિયાનું સૌથી મોટું રોકાણ કરશે માઇક્રોસોફ્ટ

માઇક્રોસોફ્ટના CEO સત્ય નદેલાએ મંગળવારે (9 ડિસેમ્બર, 2025) વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. માઇક્રોસોફ્ટે ભારતે એશિયામાં અત્યાર સુધીમાં પોતાનું સૌથી મોટું 1.5 લાખ કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરવાનો વાયદો કર્યો.

ભારતમાં એશિયાનું સૌથી મોટું રોકાણ કરશે માઇક્રોસોફ્ટ

માઇક્રોસોફ્ટના CEO સત્ય નદેલાએ જાહેરાત કરી છે કે, તેઓ ભારતમાં AIના વિકાસ માટે જરૂરી માળખાકીય સુવિધાઓ અને સ્કિલ બિલ્ડ માટે 17.5 બિલિયન અમેરિકન ડોલરનું રોકાણ કરવા જઈ રહ્યા છીએ, જે એશિયામાં તેની કંપનીનું અત્યાર સુધીનું મોટું રોકાણ છે. તેમણે કહ્યું કે, તેનાથી ભારતના AI ફર્સ્ટમાં મદદ મળશે.

દુનિયા ભારત પ્રત્યે આશાવાદી છે: વડાપ્રધાન મોદી

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘જ્યારે AI ની વાત આવે છે, ત્યારે દુનિયા ભારત પ્રત્યે આશાવાદી છે. સત્ય નદેલા સાથે મારી ખૂબ જ ઉપયોગી ચર્ચા થઈ. મને ખુશી છે કે ભારત એ સ્થાન બની રહ્યું છે જ્યાં માઇક્રોસોફ્ટ એશિયામાં અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ કરશે. ભારતના યુવાનો આ તકનો લાભ ઉઠાવીને નવીનતા લાવવા અને વધુ સારી દુનિયા માટે AI ની શક્તિનો ઉપયોગ કરશે.’

આ વર્ષે બીજી વખત વડાપ્રધાન મોદીને મળ્યા સત્ય નદેલા

આ વર્ષની શરૂઆતમાં પણ વડાપ્રધાન મોદી અને માઇક્રોસોફ્ટના CEO સત્ય નદેલા વચ્ચે મુલાકાત થઈ હતી. માઇક્રોસોફ્ટના સીઈઓએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, તેઓ AI ક્ષેત્રમાં ભારત સાથે કામ કરવા માંગે છે. તેમણે કહ્યું હતું કે, ‘ભારતને AI-ફર્સ્ટ બનાવવાની અમારી પ્રતિબદ્ધતાને આગળ વધારવા અને દેશમાં અમારી હાજરીને વિસ્તૃત કરવાનું ચાલુ રાખવા અને આ AI પ્લેટફોર્મ પરિવર્તનનો લાભ દરેક ભારતીયને મળે તે સુનિશ્ચિત કરવા માટે સાથે મળીને કામ કરવા માટે હું ઉત્સાહિત છું.’

સત્ય નદેલા હાલમાં માઇક્રોસોફ્ટના ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) છે. સ્ટીવ બાલ્મર દૂર થયા બાદ તેમણે 2014 માં CEOનું પદ સંભાળ્યું. ત્યારબાદ જોન ડબલ્યુ થોમ્પસનના દૂર થયા બાદ તેઓ 2021 માં માઇક્રોસોફ્ટના ચેરમેન બન્યા. અગાઉ, તેઓ માઇક્રોસોફ્ટના ક્લાઉડ અને એન્ટરપ્રાઇઝ ગ્રુપના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ હતા.

error: Content is protected !!