સુરજબારી પુલ પાસે ગંભીર અકસ્માત, 15 કિ.મી. લાંબો ટ્રાફિક જામ સર્જાયો

કચ્છ-સૌરાષ્ટ્રને જોડતા સુરજબારી પુલ નજીક આજે બે ટ્રેલર અને એક કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટનાસ્થળે લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો અને વાહનચાલકોને ત્રાસનો સામનો કરવો પડ્યો હતો.
આ ઘટનાની જાણ થતાં જ ટ્રાફિક પી.આઇ.સાઈ બી.પી. ઠક્કર સહિત માળિયા પોલીસ, મોરબી ટ્રાફિક પોલીસ અને રેશનલ ડાઈવાઈન ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તાત્કાલિક ટ્રાફિક ક્લિયર કરવા માટે કામગીરી શરૂ કરવામાં આવી હતી.
સ્થાનિક વાહનચાલકોના જણાવ્યા અનુસાર લગભગ 15 કિ.મી. સુધી ટ્રાફિક જામ રહ્યો હતો. કલાકો સુધી અટવાયેલા વાહનચાલકો ભારે અકળામણ અનુભવી રહ્યા હતા.
error: Content is protected !!