આજ રોજ તા. 24/06/2025 ના મંગળવારે વોર્ડ નં. 3 જીનપરા વિસ્તારમાં આવેલી પવિત્ર માંઘાતા મંદિરે ખાટલા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠકનો મુખ્ય હેતુ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 11મું વર્ષ પૂર્ણ થવાનો અવસરે જનજાગૃતિ અને માહિતી આપવાનો હતો.

વાંકાનેર શહેર ભાજપના મંત્રી રમેશભાઈ મકવાણાએ પીએમ નરેન્દ્ર મોદીની આગેવાનીમાં થયેલ સુશાસન અને વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓની માહિતી આપતાં વિશદ રીતે સમજણ આપી હતી.

આ અવસરે વાંકાનેર શહેર યુવા ભાજપ પ્રમુખ જયેન્દ્રસિંહ ઝાલા, યુવા ભાજપ મહામંત્રી નીતેશભાઈ પાટડીયા તેમજ યુવા ભાજપ અને ભાજપ પરિવારના અગ્રણીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સભામાં સ્થાનિક નાગરિકોનું પણ ઉમદા સહકાર અને ઉપસ્થિતિ જોવા મળી હતી. (અહેવાલ : અજયકાંજીયા )


























