ગામના પદાધિકારી અને પ્રતિષ્ઠિત નાગરિકોની ઉપસ્થિતિમાં પર્યાવરણનું જતન કરવા માટે લોકો સંકલ્પબદ્ધ થયા

મોરબીમાં સ્વચ્છતા પખવાડિયા દરમ્યાન જનભાગીદારી થકી સ્વચ્છતાને લગતી વિવિધ પ્રવૃત્તિઓમાં લોકોનો ખુબજ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તેવી જ રીતે આજરોજ મોરબી જિલ્લાના ૫ તાલુકાના ૫ ગામોમાં સ્વચ્છતા હી સેવા અને એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

તાલુકાવાર વાત કરીએ તો, હળવદના માનસર, મોરબીના નીચીમાંડલ, ટંકારાનું મિતાણા, વાંકાનેરનું લુણસરીયા, માળીયાનું રાસંગપર, ગામે સ્વચ્છતા હી સેવા અને એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ.
આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં પદાધિકારીઓ, સામાજિક આગેવાનો, પ્રતિષ્ઠિત નાગરિકો અને ગ્રામજનો જોડાયા હતા. વૃક્ષારોપણ બાદ ઉપસ્થિત તમામે સ્વચ્છતા શિસ્ત અને પર્યાવરણનું જતન કરવા માટે સંકલ્પબદ્ધ થયા હતા.



















