
સ્વર્ગવાસી જયદીપસિંહ જયેન્દ્રસિંહ જાડેજાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે તા. 18-11-2025, મંગળવારના રોજ સંતોકબા માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ તથા જાડેજા પરિવારના સંપૂર્ણ સહયોગથી મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ રક્તદાન સેવા કાર્યમાં મોરબીના વિવિધ યુવક મંડળો તથા નાથાણી બ્લડ બેન્કનો મહત્વનો સહયોગ પ્રાપ્ત થયો છે.

રક્તદાન કરવા આવતા દરેક દાતાશ્રીને સંતોકબા માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી રૂ. 5 લાખની વાર્ષિક અકસ્માત સુરક્ષા પોલિસી ભેટરૂપે આપવામાં આવશે. ગરીબ દર્દીઓ અને અકસ્માત પામનારાઓને જરૂરી સમયે રક્ત મળી રહે તે હેતુથી વધુમાં વધુ રક્તદાતાઓ જોડાય તેવી વિનંતી કરવામાં આવે છે.

રક્તદાન માટે આવતા દાતાશ્રીએ આધાર કાર્ડની ઝેરોક્સ સાથે લાવવાની રહેશે.
રક્તદાન કેમ્પની વિગતો:
📅 તારીખ: 18-11-2025, મંગળવાર
⏰ સમય: બપોરે 3 થી સાંજે 6 વાગ્યા
📍 સ્થળ: શ્રી પ્રગટેશ્વર મહાદેવ મંદિર, મોટા વડલા રોડ, શીશાંગના પાટીયાથી અંદાજે 1 KM અંદર (કાલાવડ), રાજકોટ
📞 રજીસ્ટ્રેશન માટે સંપર્ક: 81418 81795
માનવસેવા માટેના આ પુણ્યકાર્યમાં વધુમાં વધુ દાતાઓ જોડાય તેવી સંસ્થા તથા પરિવાર તરફથી વિનંતી.



























