તા.7 સુધી તાપમાન 41થી 43 ડીગ્રીની રેન્જમાં; તા.8થી ફરી 43 ડિગ્રીને વટાવી જવાની શકયતા

Written by

in

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાત છેલ્લા કેટલાક વખતથી કાળઝાળ ગરમીની લપેટમાં આવ્યા છે અને તાપમાનનો પારો ઉંચો રહ્યો છે ત્યારે આગામી તા. 7 મે સુધી પણ તાપમાન 41થી 43 ડિગ્રીની રેન્જમાં રહેવાની અને તા.8થી ફરી 43 ડિગ્રીને વટાવી જવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલે કરી છે.

તેઓએ આજે વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાતના મોટા ભાગના સેન્ટરોમાં મહતમ તાપમાન નોર્મલ કરતા એકથી બે ડિગ્રી વધુ નોંધાઇ રહ્યું છે. રાજકોટમાં 4ર.7 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું જે નોર્મલ કરતા 1.3 ડિગ્રી વધુ હતું.

દિશામાં 40.8 હતું તે નોર્મલ કરતા 0.ર ડિગ્રી વધુ હતું. અમદાવાદમાં 43.3 હતું જે નોર્મલ કરતા 1.7 ડિગ્રી વધુ હતું. ભુજમાં 40.4 ડિગ્રી હતું જે નોર્મલ કરતા 0.4 ડિગ્રી હતું. અમરેલીમાં 41.9 ડિગ્રી નોર્મલ સ્તરે રહ્યું હતું. ગુજરાતમાં હાલ મોટા ભાગના વિસ્તારોમાં નોર્મલ તાપમાન 40.પથી 41.પ ડિગ્રી ગણાય છે.

તેઓએ તા.9 મે સુધીની આગાહીમાં જણાવ્યું હતું કે આજે હજુ તાપમાનનો પારો ઉંચો જ રહેશે અને 43 ડિગ્રી કરતા પણ વધી જવાની શકયતા છે. જયારે આવતીકાલથી તા.7 મે સુધી તાપમાનનો પારો 41 થી 43 ડિગ્રીની રેન્જમાં રહેવાની સંભાવના છે. તા. 8 અને 9 મેના રોજ મહતમ તાપમાન ફરી વખત વધશે અને કેટલાક સેન્ટરોમાં 43 ડિગ્રીને પણ વટાવી જવાની શકયતા છે. તેઓએ જણાવ્યું હતું કે આગાહીના સમયગાળા દરમ્યાન આકાશ મોટા ભાગે ખુલ્લુ જ રહેવાની સંભાવના છે.

પવનની ઝડપ આવતીકાલ સુધી 1પ થી રપ કિલોમીટર તથા ઝાટકાના પવન રપ થી 1પ કિ.મી.ની રેન્જમાં રહેશે ત્યારબાદ તેમાં પ થી 10 કિ.મી.નો ઘટાડો થવાની સંભાવના છે. આગાહીના સમયગાળામાં મહતમ તાપમાનમાં 1 થી 3 ડિગ્રીનો ફેરફાર શકય છે.

Exit mobile version