HomeAllઠંડી સાથે ગુજરાતમાં આવશે માવઠું! શું વાતાવરણનો પલટો ગુજરાતીઓના પ્લાન્સને બદલી નાખશે?

ઠંડી સાથે ગુજરાતમાં આવશે માવઠું! શું વાતાવરણનો પલટો ગુજરાતીઓના પ્લાન્સને બદલી નાખશે?

ગુજરાતમાં લગભગ તમામ જિલ્લાઓમાંથી હવે વરસાદે વિરામ લીધો છે. ચોમાસાની વિદાય થઈ ગઈ છે. તહેવારોની સિઝન ચાલી રહી છે અને દિવાળીનો આનંદ ચારે બાજુ છવાયેલો છે, પણ દિવાળીના તહેવાર ટાણે માવઠું મજા બગાડે તો નવાઈ નહીં. વરસાદ જ નહીં કડકડતી ઠંડી માટે પણ તૈયાર રહેજો…    

ગુજરાતમાં લગભગ તમામ જિલ્લાઓમાંથી હવે વરસાદે વિરામ લીધો છે. ચોમાસાની વિદાય થઈ ગઈ છે. તહેવારોની સિઝન ચાલી રહી છે અને દિવાળીનો આનંદ ચારે બાજુ છવાયેલો છે. પણ દિવાળીના તહેવાર ટાણે માવઠું મજા બગાડે તો નવાઈ નહીં…વરસાદ જ નહીં કડકડતી ઠંડી માટે પણ તૈયાર રહેજો…શું કરી અંબાલાલે આગાહી?

ધોધમાર વરસાદને સહન કરીને ગુજરાતીઓ હવે હાર્ડ થીજતી ઠંડી માટે તૈયાર થઈ જજો…કારણ કે જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલની મોટી આગાહી કરી છે…તહેવારોના ટાણે જ ફરી માવઠાનો માર પડે તેવી સંભાવના છે. દિવાળી અને નવા વર્ષમાં વરસાદના ઝાપટા વરસી શકે છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, 13થી 17 ઓક્ટોબર વચ્ચે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. ત્યારબાદ 18થી 21 ઓક્ટોબર વચ્ચે માવઠું પડે તેવી મજબૂત સંભાવના છે. આ તારીખોમાં જ દિવાળી અને બેસતું વર્ષ જેવા તહેવારો આવી રહ્યા છે. નવા વર્ષે પણ હવામાનમાં પલટો આવી શકે, અને સામાન્ય વરસાદ વરસી શકે છે…

શું કરી અંબાલાલે આગાહી?

13થી 17 ઓક્ટોબર વચ્ચે વાદળછાયું વાતાવરણ રહી શકે. 18થી 21 ઓક્ટોબર વચ્ચે માવઠું પડે તેવી મજબૂત સંભાવના. પરંતુ વરસાદ પછી ઠંડીનો તોફાન આવી શકે છે… 23 ઓક્ટોબરથી ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાશે, અને 22 ડિસેમ્બરથી હાર્ડ થીજવતી ઠંડીની શરૂઆત થશે. નવેમ્બરની શરૂઆતમાં દેશના દક્ષિણ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, જ્યારે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

શું કરી અંબાલાલે આગાહી?

23 ઓક્ટોબરથી ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાશે. 22 ડિસેમ્બરથી હાર્ડ થીજવતી ઠંડીની શરૂઆત થશે. આ ઉપરાંત, બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું પણ આવવાની સંભાવના છે, જે રાજ્યના હવામાનને અસર કરી શકે. તહેવારોમાં વરસાદ અને પછી કડકડતીઠંડી…શું આ વાતાવરણનો પલટો ગુજરાતીઓના પ્લાન્સને બદલી નાખશે?

શું વાતાવરણનો પલટો ગુજરાતીઓના પ્લાન્સને બદલી નાખશે?

અંબાલાલ પટેલની આગાહીઓ હંમેશા ચોંકાવનારી હોય છે, અને આ વખતે તો તહેવારોની મજા મેઘરાજા બગાડે તેવી સંભાવના છે…તો તહેવારોની તૈયારીઓમાં આગાહીને પણ ધ્યાનમાં રાખજો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!