
ઇન્સ્ટાગ્રામ હાલમાં ટીવી માટે એક સ્પેશિયલ એપ્લિકેશન પર કામ કરી રહ્યું છે. ઇન્સ્ટાગ્રામ દ્વારા તેમના વીડિયો કન્ટેન્ટને હવે વધુ લોકો સુધી પહોંચાડવાની કોશિશ કરવામાં આવી રહી છે. આ ઇન્સ્ટાગ્રામ ફીચરથી યૂટ્યુબને ખૂબ જ મોટો ફટકો પડી શકે છે. યૂટ્યુબના વીડિયો ઘણાં લોકો ટીવી પર જુએ છે. આથી ઇન્સ્ટાગ્રામ દ્વારા હવે ટીવી માટે પણ એપ્લિકેશન આપવામાં આવી રહી છે. આ વાતને ઇન્સ્ટાગ્રામના હેડ એડમ મોસેરી દ્વારા લોસ એન્જલસમાં યોજાયેલી એક કોન્ફરન્સમાં કહેવામાં આવી છે.

ટીવી એપ્લિકેશન પર છે ફોકસ
આ વિશે ઇન્સ્ટાગ્રામ દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. જોકે એપના ચીફ દ્વારા એ વાત કહેવામાં આવી છે કે તેમણે વર્ષો પહેલાં ટીવી માટેની એપ્લિકેશન લોન્ચ કરવાની જરૂર હતી. આ વિશે એડમ મોસેરી કહે છે, ‘જો લોકો હવે ટીવીના પ્લેટફોર્મ પર જઈ રહ્યાં હોય તો હવે અમારે પણ ટીવી પર જવાની જરૂર છે.’

ઇન્સ્ટાગ્રામનું કન્ટેન્ટ ટીવી ફોર્મેટમાં
એડમ મોસેરીનું માનવું છે કે ઇન્સ્ટાગ્રામ પર હાલમાં જે પણ વીડિયો કન્ટેન્ટ છે એને સરળતાથી ટીવી ફોર્મેટમાં રૂપાંતર કરી શકાય એમ છે. જોકે ઇન્સ્ટાગ્રામ લાઇવ સ્પોર્ટ્સ અથવા તો હોલીવૂડના કોઈ પણ કન્ટેન્ટને ટીવી એપ પર દેખાડવાનો કોઈ પ્લાન નથી. તેઓ હાલમાં ઇન્સ્ટાગ્રામના કન્ટેન્ટને દરેક પ્લેટફોર્મ પર લાવવા માગે છે અને હવે એમાં ટીવીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ઇન્સ્ટાગ્રામની ટિક-ટોક સાથે પણ હરિફાઈ
ઇન્સ્ટાગ્રામની ફોટો-શેરિંગ પ્લેટફોર્મ હતી, પરંતુ હવે એની પેરન્ટ કંપની મેટા છે. શરૂઆતથી લઈને અત્યાર સુધી ઇન્સ્ટાગ્રામ દ્વારા ઘણી સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. એના અત્યાર મહિનાના એક્ટિવ યુઝર્સ 3 બિલિયન છે.

છેલ્લા થોડા વર્ષોથી ઇન્સ્ટાગ્રામ પ્રાઇવેટ મેસેજ, સ્ટોરીઝ અને શોર્ટ-ફોર્મ વીડિયો એટલે કે રીલ્સ પર વધુ ફોકસ કરી રહ્યાં છે.

એનાથી એ વાત નક્કી કે ઇન્સ્ટાગ્રામ ટિક-ટોક સાથે ખૂબ જ હરિફાઈમાં છે.


















