
મોબાઇલ ફોન જોવાની આદત બાળકોમાં વધી રહી છે. આ કારણે આંખોથી લઈને શરીરને બીજું અનેક ઘણું નુકસાન થાય છે. આમ, તમે ફોનમાં આ સેટિંગ કરીને બાળકની આ લત છોડાવી શકો છો.

આજકાલનાં બાળકોને મોબાઇલ ફોન જોવાની આદત વધારે હોય છે. બાળક નાનું હોય કે મોટું, પરંતુ ફોન જ્યારે હાથમાં આવી જાય ત્યારે એ દુનિયા ભૂલી જાય છે એમ કહીએ તો પણ એમાં કંઈ ખોટું નથી. ઘણાં બાળકો વારંવાર ફોન માગતા હોય છે. આ સાથે ફોન લેવા માટે જિદ પણ કરતા હોય છે. આ ખરાબ આદત આંખોથી લઈને શરીરનાં બીજા અનેક અંગોને નુકસાન કરે છે. આ સાથે ઊંઘ પણ ખરાબ થાય છે. પરંતુ તમે સરળતાથી આ આદતને છોડાવી શકો છો. તો જાણો કેવી રીતે?

ફિકસ્ડ સ્ક્રીન ટાઇમ રુલ બનાવો અને ફોનનાં સેટિંગમાં ચેન્જ કરો. સૌથી પહેલાં ઘરમાં એક સ્પષ્ટ નિયમ બનાવો કે ફોન તેમજ ટેબલેટ કયા સમયે જોવાનો એ તમે નક્કી કરો. 30થી 60 મિનિટથી વધારે સમય આપશો નહીં. બાળકોને પહેલાં તમે રમવાનું કહો અને પછી ફોન આપો. ત્યારબાદ ધીરે ધીરે કરીને આ આદત છોડાવી દો.

ફોનનાં સેટિંગમાં જાઓ અને સ્ક્રીન લિમિટ સેટ કરો. એન્ડ્રોઇડ તેમજ આઇફોનમાં પેરેન્ટલ કંટ્રોલ ઓન કરો. જ્યાં તમે એપ્સ લોક કરી શકો છો. આમ કરવાથી સમયે ઓટોમેટિક બંધ થઈ જશે. સેટિંગમાં આ ફેરફાર તમે કરો છો તો તમને ફાયદો થઈ શકે છે.

બાળકોને વૈકલ્પિક મજેદાર કામ કરાવો. બાળકો ફોન એ માટે માગે છે જેની પાસે રમવાની કોઈ ગેમ નથી હોતી. આ માટે તમે બાળકોને બીજી એક્ટિવિટીમાં ઇન્વોલ્વ કરો. આમ કરવાથી અનેક ઘણો ફાયદો થઈ શકે છે. બાળકો બીજી એક્ટિવિટીમાં રસ લેશે તો આપોઆપ ફોન જોવાની આદત છોડી દેશે. આ માટે તમે પણ બાળકોને સમય આપો.
પોતાને રોલ મોડલ બનાવો. બાળકો એ જ શીખે છે જે એ જુએ છે. આમ, તમે પણ આખો દિવસ સતત ફોનમાં વ્યસ્ત રહો છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. બાળકોની સામે તમે ફોન યુઝ કરશો નહીં. તમે ફોન જુઓ છો તો બાળકને પણ જોવાની ઇચ્છા થશે.
આ માટે તમે પહેલાં તમારી આદત બદલો. આમ, તમે આ નાની-નાની ટિપ્સ ફોલો કરશો તો બાળક ફોન જોવાનું ઓછું કરી દેશે અને ક્રિએટિવ બનશે.

















