HomeAllતમે ઓનલાઇન રોજ 200 થી 300 રૂપિયાનું પેમેન્ટ કરો છો? આઇટી વિભાગની...

તમે ઓનલાઇન રોજ 200 થી 300 રૂપિયાનું પેમેન્ટ કરો છો? આઇટી વિભાગની વોચ છે

જો આ નાની રકમ કુલ ઇન્કમટેક્ષના ક્ષેત્રમાં આવે છે તો તેને આઇટીઆરમાં દેખાડવી જરૂરી છે

આજકાલ લોકો પેટીએમ, ગુગલ પે કે ફોન પે થી નાનુ-મોટુ પેમેન્ટ કરતા રહે છે. કયારેક ચા વાળાને રૂા.200 કે શાકભાજી વાળાને 300 રૂપિયાનું પેમેન્ટ કરવું સામાન્ય થઇ ગયું છે.

આપણે વિચારતા પણ નહીં હોઇ પરંતુ આવકવેરા વિભાગ આટલી નાની રકમ ઉપર પણ નજર રાખતું હોય છે. માની લો આપ રોજ 300 રુપીયા કોઇને રોજ મોકલો છો તો મહીનામાં 9 હજાર થઇ ગયા અને વર્ષમાં આ રકમ 1 લાખથી વધુ થઇ જાય છે.

જો આ પેમેન્ટ કોઇ સર્વિસના બદલામાં થઇ રહયું છે, જેમકે ટયુશન ફ્રીલાન્સ કમ કે નાનો બિઝનેશને આપની આવક માનવામાં આવશે. જો તમારી કુલ ઇન્કમ ટેકસના ક્ષેત્રમાં આવે છે તો તેમ આઇટી રીટર્નમાં દેખાડવી જરૂરી છે.

આપના બેન્ક અને યુપીઆઇના ડેટા એનપીસીઆઇ અને બેન્કોના માઘ્યમથી આવકવેરા વિભાગ સુધી પહોંચે છે. જો ટ્રાન્ઝેકશનની પેટર્ન સતત વધુ મોટી હોય અને રોજ હોય તો વિભાગ તપાસ કરી શકે છે.

પૈસા કયાથી આવે છે અને કેવી રીતે. જો તમારી કુલ આવક ટેકસના આ પેમેન્ટ માત્ર ખર્ચ માટે છે, જેમકે ઘરનો સામાન, ખાવાપીવાની વસ્તુઓ ચિંતાની કોઇ વાત નથી પણ જો તમે કોઇ કામ કરી પેટીએમ કે ગુગલ પેથી પૈસા લઇ રહયાં છો તો તેને આવક તરીકે દેખાડવા પડશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!