
ટંકારા બાબરીયા સુરાપુરાધામ ખાતે તા 10 ફેબ્રુઆરીએ 26 દિકરીઓના સમુહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેના માટે અત્યારથી દિકરા-દિકરીઓના નામની નોંધણી સહિતની કામગીરી શરૂ કરી દેવામાં આવેલ છે.

હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મની પાવનધરા ટંકારાના ટોળ-અમરાપર રોડ નદી કાંઠે આશરે નવસો વર્ષ પહેલા કોળી ઠાકોર બાબરીયા કુળના દેવજીદાદા મહાન શુરવીર થઇ ગયા છે. અહીં તેમની નવસો વર્ષથી ખાંભી છે.

સમસ્ત બાબરીયા પરિવારના સુરાપુરાદાદા છે. આ ભવ્ય ઇતિહાસ ઉજાગર થયા અને બાબરીયા સુરાપુરાધામ તરીકે ઓળખાય તેના માટે આ સ્થળે સમુહલગ્નોત્સવનું જાજરમાન આયોજન આગામી તા. 10/2 ને મંગળવારના રોજ કરવામાં આવ્યું છે .જેમાં 26 દિકરીઓના સમુહલગ્ન યોજાશે.

સમસ્ત બાબરીયા પરિવારજનો અને મોરબી જીલ્લા કોળી ઠાકોર ગ્રુપના તમામ કાર્યકરોની મહેનતથી તેમજ દાતાઓના સાથ સહકારથી આ સમુહલગ્નમાં ભાગ લેનાર નવદંપતિઓને કરિયાવર આપવામાં આવશે. આયોજકો દ્વારા જમણવાર સહિતની વ્યવસ્થા કરવામાં આવશે.

તેવું મુખ્ય આયોજક અને દાતા દિપકભાઈ બાબરીયાએ જણાવ્યુ છે.આ સમુહલગ્નમાં જોડાવા માટે ફોર્મ મેળવવા તેમજ આ સમુહલગ્નમાં સાથ-સહકાર આપવા માટે બાબરીયા સુરાપુરાધામ, ટોળ-અમરાપર ખાતે વહેલા તે પહેલાના ઘોરણે ફોર્મ મેળવી લેવા જણાવ્યુ છે અને વધુ માહિતી માટે 99249 રર724 અને 91065 18189 ઉપર સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.



