HomeAllટંકારા ખાતે ૭૭મો જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ ઉત્સાહભેર ઉજવાયો

ટંકારા ખાતે ૭૭મો જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ ઉત્સાહભેર ઉજવાયો

વિશ્વ વિભૂતિ મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ટંકારા ખાતે ૭૭મા જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. મોરબી જિલ્લા કલેક્ટર શ્રી કે.બી. ઝવેરીએ તિરંગો લહેરાવી પોલીસ પરેડની સલામી ઝીલી હતી.

પ્રાસંગિક સંબોધનમાં કલેક્ટરશ્રીએ સ્વતંત્રતા સેનાનીઓના બલિદાનને સ્મરણ કરી વર્ષ ૨૦૪૭ સુધી ‘વિકસિત ભારત’ના નિર્માણમાં મોરબીને ‘ગ્રોથ એન્જિન’ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. તેમણે આરોગ્ય, શિક્ષણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઉદ્યોગ, પાણી પુરવઠા અને રોડ સેફ્ટી સહિતના વિકાસ કાર્ય પર ભાર મૂક્યો.

આ પ્રસંગે ટંકારા તાલુકાના વિકાસ માટે રૂ. ૨૫ લાખનો ચેક અર્પણ કરાયો. પોલીસ પરેડ, ડોગ-શો, થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમો તથા વિવિધ વિભાગોના ટેબલોએ વિશેષ આકર્ષણ જમાવ્યું. કાર્યક્રમમાં પ્રતિભાશાળી નાગરિકો અને કર્મચારીઓનું સન્માન તેમજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

વર્કશોપનું ગુગલ મેપ પર લોકેશન મેળવવા માટે એડ પર ક્લિક કરો
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!