HomeAllટંકારા ખાતે મોરબી તથા રાજકોટના સ્વચ્છ ભારત મિશન યોજનાના કર્મચારીઓ માટે તાલીમ...

ટંકારા ખાતે મોરબી તથા રાજકોટના સ્વચ્છ ભારત મિશન યોજનાના કર્મચારીઓ માટે તાલીમ યોજાઈ

મોરબી જિલ્લાના ટંકારા ખાતે કમિશ્નર  ગ્રામ વિકાસ કચેરી ગાંધીનગર, રાજ્ય ગામ વિકાસ સંસ્થા (SIRD) ગુજરાત અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મોરબી દ્વારા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મોરબી અને રાજકોટ જિલ્લાના સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજનામા કામ કરતા બ્લોક અને ક્લસ્ટર કો-ઓર્ડીનેટર ઓ માટે રીફ્રેશર તાલીમનું આયોજન કરવામાં આવ્યુ હતું.

એસ.આઈ.આર.ડીના નિયામક  બી.એમ.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ વિવિધ સ્થળોએ યોજાઈ રહેલી તાલીમોના ભાગરૂપે ટંકારા ખાતે આયોજિત તાલીમમાં રાજયકક્ષાએથી SIRD માંથી ઉપસ્થિત કોર ફેકલ્ટી સુ.  નીલાબેન પટેલ દ્વારા સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત તાલીમના ઉદ્દેશો અને તાલીમ દ્વારા પરિણામલક્ષી કામગીરી વિશે વિગતવાર માગદર્શન આપવામાં આવ્યું હતું.

SIRD ના માસ્ટર ટ્રેનર્સ દ્વારા તમામ તાલીમાર્થીઓને એસ.બી.એમ. ફેઝ-૨ ના વિવિઘ ઘટકો અંગે પ્રેઝન્ટેશન, શોર્ટ વિડિયો ક્લિપ, ગ્રુપ ડિસ્કશન તથા અન્ય પ્રવૃતિઓ તેમજ સંવાદના માધ્યમથી પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. મોરબીના જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક , સ્વચ્છ ભારત મિશનના જિલ્લા કોર્ડીનેટર અને જિલ્લા ટીમ દ્વારા તાલીમનું સફળ આયોજન કરવામાં આવ્યુ હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!