HomeAllટંકારા ખાતે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો

ટંકારા ખાતે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો

ટંકારા : વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે ટંકારા મુકામે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉગમણા નાકા વિસ્તારમાં આવેલ ચિત્રકૂટ ધામ ખાતે બપોરે ૨ થી ૫ વાગ્યા દરમિયાન યોજાયેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ હાજરી આપી આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો.

આ મેડિકલ કેમ્પમાં મોરબીની વેલ કેર હોસ્પિટલના ડો. યશ કડિવાર, દેવકી હોસ્પિટલના ડો. પાયલ ફળદુ તેમજ અભય સરડવા સહિત સેવાભાવી ડોક્ટરોની ટીમ દ્વારા દર્દીઓની તપાસ કરીને જરૂરી માર્ગદર્શન અને સારવાર આપવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન પાલણપીર મેડીના મહંત શ્રી દેશા આપા તેમજ રાજુ આપાએ ખાસ હાજરી આપી કાર્યક્રમને શુભેચ્છાઓ પાઠવી હતી. ઉપરાંત ચોટીલા થી ડો. હરેશ પંડ્યા તથા કેતન માકડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બહુજન કર્મશીલ નાગજીભાઈ ચૌહાણ, યોગા ટીચર એડ. કંચનબેન સારેસા, પાટીદાર વુમન્સ ગ્રુપના પ્રણેતા સાધનાબેન ઘોડાસરા, કાજલબેન આદ્રોજા તથા મુકેશભાઈ ગેડિયાએ વિશેષ જહેમત ઉઠાવી હતી.

આ પ્રસંગે એડ. જોશનાબેન ચૌહાણ, એડ. મનસુખભાઈ ચૌહાણ, નાથાભાઈ રબારી, લલિતભાઈ સારેસા, રીનાબેન જાદવ, કવિતાબેન ચૌહાણ, કિરણબેન સારેસા, દિશાબેન ચૌહાણ, સરોજબેન સારેસા સહિતના આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!