HomeAllટંકારા તાલુકામાં સ્ટેટ હાઇવે થી ધ્રોલિયા ને જોડતા એપ્રોચ રોડનું રીસર્ફેસિંગ કામ...

ટંકારા તાલુકામાં સ્ટેટ હાઇવે થી ધ્રોલિયા ને જોડતા એપ્રોચ રોડનું રીસર્ફેસિંગ કામ પ્રગતિ હેઠળ

મોરબી જિલ્લામાં રોડ રસ્તા સુધારણા કામગીરીના ભાગરૂપે માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના ટંકારા તાલુકાના ધ્રોલિયા ગામથી સ્ટેટ હાઇવે એપ્રોચ રોડની રીસર્ફેસિંગ કામગીરી પ્રગતિ હેઠળ છે. ટૂંક સમયમાં આ રોડના નવીનીકરણની કામગીરી પૂર્ણ થતા ગ્રામ્ય લોકોને સુવિધાસભર પરિવહન સેવા પ્રાપ્ત થશે.

મોરબી જિલ્લામાં હાલ અનેક રોડ રસ્તાના નવીનીકરણની કામગીરી માર્ગ અને મકાન વિભાગ પંચાયત અને સ્ટેટ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે ટંકારા તાલુકામાં ધ્રોલિયા ગામથી સ્ટેટ હાઇવે ને જોડતા ગ્રામ્ય માર્ગનું નવીનીકરણ કામ હાથ ધરવામાં આવ્યું છે.

આ રોડની નિયત સમયમર્યાદા પૂર્ણ થતા સરકારની મંજૂરી બાદ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળના આ રોડ પર ડામરના નિયત સ્તર સાથે નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે જે કામગીરી એક સપ્તાહ ની અંદર પૂર્ણ થઈ જશે જેથી ટુંક જ સમયમાં ગ્રામજનોને સુવિધાસભર પરિવહન નો લાભ મળશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!