
મોરબીના હળવદ રોડ ઉપર આવેલ ઊંચી માંડલ ગામ પાસે સિરામિક કારખાનામાં ટંકાર અને ધારાસભ્ય દ્વારા ઉદ્યોગકારો સાથે મીટીંગ કરવામાં આવી હતી અને ખાસ કરીને તેઓના રોડ તથા વીજ લાઈન અંડર ગ્રાઉન્ડ નાખવા સહિતના પ્રશ્ર્નોની રજૂઆતને ધ્યાને લઈને તેનું નિરાકરણ લાવવા માટે સંબંધિત વિભાગના અધિકારીઓને તાત્કાલિક ધારાસભ્ય દ્વારા સૂચના આપવામાં આવી હતી.

હળવદ રોડના ઉધોગકારોના પ્રશ્નોના નિરાકરણ માટે રૂબરુ સ્થળ મુલાકાતે આવેલ ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરિયાએ ઉધોગકારો સાથે એકોર્ડ સ્લેબ ટાઇલ્સમા મિટીંગ કરેલ હતી અને ખાસ ઉંચી માંડલથી તળાવિયા રોડ પર ટ્રાફિકને અડચણ રુપ થતી બને સાઇડની 11 કેવીની વિજ લાઇનોને અંડર ગ્રાઉન્ડ કરી વીજપોલ દુર કરવા પીજીવીસીએલના સંબંધિત અધિકારીઓને સુચના આપી હતી તેમજ એકોર્ડ સિરામિક પાસે નર્મદા કેનાલ ઉપરના બ્રિજને પહોળો કરવા નર્મદા વિભાગના અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું .

તેમજ તળાવિયા શનાળા ગામથી નીચી માંડલના કાચા માર્ગને સીસી બનાવવા અને ઘુંટુ ગામથી તળાવિયા શનાળા રોડ સુધીના કાચા માર્ગને સીસી રોડ બનાવવા, તળાવિયા શનાળા સીસી રોડને પહોળો બનાવવા સ્થળ વિઝિટ કરી હતી.

અને ઉધોગકારોને સરકારની યોજનાઓ વિશે માહિતગાર કર્યા હતા આ મિટિંગમા સિરામિક એસો.ના પુર્વ પ્રમુખ નરભેરામભાઇ સરડવા, પુર્વ ઉપપ્રમુખ નરેન્દ્રભાઈ સંઘાત, કેપેકસીલના સિરામિક પેનલના ચેરમેન નિલેશભાઈ જેતપરિયા, નિલસન ગૃપના સંજયભાઈ માકાસણા સાથે અગ્રણી ઉદ્યોગપતિ ભગવાનજીભાઈ, કેતનભાઈ (બાથેરો ગૃપ), જીતુભાઈ (લેવીસ ગૃપ) તેમજ યુવા ઉધોગકારો હાજર રહ્યા હતા અને તેઓએ ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરિયાનુ સ્વાગત અભિવાદન કર્યું હતું.





