
સપ્ટેમ્બરમાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં 30,421 કરોડ રૂપિયાનો પ્રવાહ જોવા મળ્યો હતો. આ સતત બીજો મહિનો છે જ્યારે રોકાણકારોએ ઓછું રોકાણ કર્યું છે. એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (એએમએફઆઈ) દ્વારા શુક્રવારે જાહેર કરવામાં આવેલાં આંકડા મુજબ, આ ઓગસ્ટમાં 33,430 કરોડ રૂપિયાની તુલનામાં 9 ટકા ઓછું છે.

જે જુલાઈના રેકોર્ડ 42,703 કરોડ રૂપિયાથી ઘણું ઓછું છે. આ દરમિયાન, એસઆઈપીનું યોગદાન ઓગસ્ટમાં 28,265 કરોડ રૂપિયાથી વધીને સપ્ટેમ્બરમાં 29,361 કરોડ રૂપિયા થયું છે.

ઇક્વિટી કેટેગરીમાં ફ્લેક્સી-કેપ ફંડ્સ સપ્ટેમ્બરમાં 7,029 કરોડ રૂપિયાના રોકાણ સાથે ટોચ પર રહ્યા હતાં. મિડ અને સ્મોલકેપ ફંડ્સમાં પણ સારો રસ જોવા મળ્યો હતો. જેમાં અનુક્રમે 5,085 કરોડ રૂપિયા અને 4,363 કરોડ રૂપિયાનાં રોકાણનો સમાવેશ થાય છે. લાર્જ કેપ ફંડ્સમાં 2,319 કરોડ રૂપિયાનું રોકાણ નોંધાયું હતું

ગોલ્ડ ઇટીએફમાં રોકાણમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો હતો. સપ્ટેમ્બરમાં તે 8,363 કરોડ રૂપિયા પર પહોંચ્યું હતું, જે ઓગસ્ટમાં 2,190 કરોડ રૂપિયા હતું. આ સાથે, ગોલ્ડ ઇટીએફમાં કુલ એસેટ્સ અંડર મેનેજમેન્ટ (એયુએમ) 90,000 કરોડ રૂપિયાને પાર કરી ગયું છે.

સિલ્વર ઇટીએફએ પણ રોકાણકારોનું ઘણું ધ્યાન આકર્ષિત કર્યું હતું. સપ્ટેમ્બરમાં ડેટ ફંડ્સમાં 1.02 લાખ કરોડ રૂપિયાનો આઉટફ્લો જોવા મળ્યો હતો, જે ઓગસ્ટમાં 7,980 કરોડ રૂપિયાની તુલનામાં તીવ્ર ઉલટફેર છે. એકંદરે, ઉદ્યોગમાં સપ્ટેમ્બરમાં 43,146 કરોડ રૂપિયાનું ચોખ્ખું આઉટફ્લો જોવા મળ્યો હતો, જે ઓગસ્ટમાં 52,443 કરોડ રૂપિયાનું રોકાણ હતું.



















