
રાષ્ટ્રપતિ ટ્રમ્પે વધુ એક ધમકી કેનેડા અને કયુબાને તેલ આપનારા દેશોને આપી છે. ટ્રમ્પે કેનેડા સામે પોતાના વ્યાપારી વલણને વધુ સખ્ત કરીને ચેતવણી આપી છે કે અમેરિકામાં વેચવામાં આવતા કેનેડિયન વિમાનો પર 40 ટકા ટેરીફ લગાવવામાં આવી શકે છે.

આ પગલું અમેરિકા અને કેનેડા વચ્ચે ચાલુ તાજેતરના વ્યાપાર યુધ્ધને લઈને માનવામાં આવી રહ્યું છે. જે કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની વચ્ચે વધતા ટકરાવને પગલે બહાર આવ્યું છે.

બીજી બાજુ ટ્રમ્પે કયુબાને તેલ વેચતા કે પુરવઠો પૂરો પાડનારા દેશોને આયાતી સામાન પર ટેરીફ લગાવવાની ધમકી આપી છે. ટ્રમ્પના આ ફેસલાથી મેકિસકોની સરકાર પર દબાણ વધવાની આશંકા છે.

મેક્સિકોની રાષ્ટ્રપતિ કલાઉડિયા શાઈનબામે કહ્યું હતું કે તેની સરકારે અસ્થાયી રીતે કયુબાને તેલનો પુરવઠો રોકી દીધો છે. આ અમારો એક સંપ્રભુ ફેસલો હતો, અમેરિકાના દબાણમાં નહીં.

કેનેડા પર ટેરીફ લગાવવાની ધમકી પર ટ્રમ્પે કહ્યું હતું કે આ પગલું કેનેડા તરફથી જયોર્જિયાના સવાના સ્થિત ગલ્ફસ્ટ્રીમ એરોસ્પેસ દ્વારા બનાવવામાં આવેલ વિભાગોના પ્રમાણિતથી ઈનકારના જવાબમાં ઉઠાવવામાં આવ્યું છે, જો હાલતમાં સુધારો નહીં થાય તો કેનેડાથી આયાત વિમાનો પર 50 ટકા ટેરીફ લગાવાશે.















