

હાથના કર્યા હૈયે વાગ્યા તે કહેવત છે તેમ અમેરિકાના ટેરિફ અમેરિકનોને જ વાગ્યા છે. ટ્રમ્પે લાદેલા ટેરિફના પગલે અમેરિકામાં એક જ વર્ષમાં ૮,૨૦૦થી વધુ સ્ટોર્સને તાળા વાગ્યા છે. તેની તુલનાએ ૨૦૨૪માં ૭,૩૨૫ સ્ટોર બંધ થઈ ગયા હતા. આ સિવાય ૭૧૭ કંપનીઓ પોતાને નાદાર જાહેર કરી ચૂકી છે, જે આંકડો છેલ્લા ૧૫ વર્ષનો સૌથી મોટો આંકડો છે. આ ટ્રમ્પના ટેરિફની વિપરીત અસર બતાવે છે.

ટ્રમ્પના ટેરિફના લીધે ફાર્મસી, ડિપાર્ટમેન્ટ સ્ટોર્સ, કોફી શોપ, ડિસ્કાઉન્ટ રિટેલર્સ અને રેસ્ટોરા બધા પર અસર પડી હતી. ૨૦૨૫માં ૩૦ અમેરિકન રિટેલ ચેઇન પોતાને નાદાર જાહેર કરી ચૂકી છે. અમેરિકામાં સૌથી મોટી કંપનીઓમાં એક ફાર્મસી ચેઇન રાઇટ એન્ડે ઓક્ટોબર ૨૦૨૫માં ટ્રમ્પના ટેરિફના કારણે લગભગ ૧,૩૦૦થી વધુ સ્ટોર બંધ કરી દીધા. જ્યારે ક્રોફ્ટ રિટેલર જોને એક જ વર્ષમાં ૮૦૦ સ્ટોર્સને તાળા મારી દીધા. તેણે દાવો કર્યો છે કે કંપની પર ૧.૧ અબજ ડોલરનું દેવું છે

ટેરિફના કારણે સરેરાશ અમેરિકન કુટુંબો પર સરેરાશ ૧,૨૦૦ ડોલરનો વધુ બોજ પડી રહ્યો છે. ટ્રમ્પે ગયા વર્ષે જ એલ્યુમિનિયમની આયાત પર ૫૦ ટકાનો ભારે ટેક્સ નાખ્યો હતો. તેનો હેતુ સ્થાનિક ધાતુ ઉત્પાદન ક્ષમતામાં દાયકાઓથી પડતી અછતને દૂર કરવાનો હતો. આટલું ઓછું હોય તેમ અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ગયા વર્ષે એલ્યુમિનિયમની આયાત પર ૫૦ ટકા ટેરિફ નાખતા સ્થાનિક ઉદ્યોગને જબરદસ્ત ફટકો પડયો છે.

આટલું ઓછું હોય તેમ અમેરિકામાં એલ્યુમિનિયમને ગાળતી વધુ એક કંપનીએ તેનો કારોબાર સમેટી લીધો છે. તેના કારણે હવે અમેરિકામાં પાંચ જ પ્રાઇમરી મેટલ પ્રોડકશન પ્લાન્ટ જ બચ્યા છે. સેન્ચુરી એલ્યુમિનિયમે ૨૦૨૨માં રશિયાના યુક્રેન પર હુમલા પછી તેના હોસવિલ સ્મેલ્ટર પ્લાન્ટમાં ઉત્પાદન અટકાવી દીધુ હતું. ઊર્જાના દરમાં નોંધપાત્ર વધારાના લીધે તેણે આ પગલું લીધુ હતું. કંપનીને આશા હતી કે એક વર્ષની અંદર કિંમત ઉતરતા તે પ્લાન્ટનું સંચાલન શરૂ કરી દેશે. તેના પગલે સેન્ચુરીએ હવે કેન્ટકી સ્થિત પ્લાન્ટને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રકચર કંપની ટેરાવૂલ્ને વેચી દીધો છે.

















