HomeAllટ્રમ્પની ટેરિફ ધમકી વચ્ચે રશિયાએ ભારતને આપી ભેટ, ઓઇલની ખરીદી પર આપ્યું...

ટ્રમ્પની ટેરિફ ધમકી વચ્ચે રશિયાએ ભારતને આપી ભેટ, ઓઇલની ખરીદી પર આપ્યું 5 ટકા ડિસ્કાઉન્ટ

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ઘણા દિવસોથી ભારત-રશિયાના ગાઢ સંબંધો ખૂંચી રહ્યા છે. ટ્રમ્પનું કહેવું છે કે, રશિયા ભારતને ક્રૂડ ઓઈલ વેંચી, તેમાંથી કમાયેલા નાણાં યુક્રેન વિરુદ્ધના યુદ્ધમાં વાપરી રહ્યું છે, જેના કારણે તેમણે ભારત પર કુલ 50 ટકા ટેરિફ ઝિંક્યો છે. હવે આ ટેરિફનો રશિયાએ જોરદાર જવાબ આપ્યો છે. રશિયાએ ટ્રમ્પની ટેરિફ ધમકીઓને બેકફૂટ પર ફેંકી ભારતને મોટી ભેટ આપી છે. રશિયાએ ભારતને ઓઈલ ખરીદી પર પાંચ ટકા ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે.

‘ભારત-રશિયા વચ્ચે ગાઢ સંબંધો’

રશિયાના ડેપ્યુટી ટ્રેડ પ્રતિનિધિ ઈવગેની ગ્રિવાએ કહ્યું કે, ‘રશિયા-ભારત વચ્ચે ક્રૂડ ઓઈલ ખરીદીમાં અપાયેલી પાંચ ટકા છૂટ વેપારી વાતચીત પર નિર્ભર રહેશે.’ તેમણે ટ્રમ્પની ટેરિફ ધમકીઓનો ઉલ્લેખ કર્યા વગર કહ્યું કે, ‘રાજદ્વારી દબાણ છતાં ભારત રશિયામાંથી ઓઈલ આયાત કરી રહ્યું છે, ભારતે ક્યારેય આયાત અટકાવી નથી, જે ભારત-રશિયાના ગાઢ સંબંધો દર્શાવે છે. રશિયાનો ભારત પ્રત્યેનો દ્રષ્ટિકોણ બંને દેશોના સંબંધોને વધુ મજબૂત કરી રહ્યો છે.

રશિયન રાજદૂતે ટ્રમ્પ પર સાધ્યું નિશાન

બીજીતરફ ભારતમાં રશિયન દૂતાવાસના રાજદૂત રોમન બાબુશ્કિ (Roman Babushkin)ને એક પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પના ટેરિફ બોંબની આકરા શબ્દોમાં ટીકા કરી છે. તેમણે કહ્યું કે, અમેરિકા એકતરફી નિર્ણયો લઈને ખોટી રીતે દબાણ કરી રહ્યું છે. અમેરિકા ટેરિફ અને આર્થિક પ્રતિબંધોનો હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યું છે.

ટ્રમ્પની ટેરિફ અને આર્થિક પ્રતિબંધની નીતિના કારણે વૈશ્વિક સ્તરે ડૉલર પરનો વિશ્વાસ ઘટી રહ્યો છે.’ ટ્રમ્પ વારંવાર કહી રહ્યા છે કે, ભારત રશિયા પાસેથી બહોળા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ ખરીદી રહ્યું હોવાથી અમે તેમના પર ટેરિફ ઝિંક્યો છે, ત્યારે રશિયન રાજદૂતે આ મામલે કહ્યું કે, ‘રશિયા ક્યારેય ભારત પર કોઈપણ પ્રકારનો પ્રતિબંધ નહીં લગાવે અને આર્થિક દબાણ પણ નહીં કરે. રશિયાએ ભારત પાસે ક્રૂડ ઓઇલનો વેપાર જાળવી રાખવા માટે સ્પેશિયલ સિસ્ટમ વિકસાવી છે, જેના કારણે બંને દેશોના સંબંધો પર અમેરિકાનો કોઈપણ પ્રભાવ નહીં પડે.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!