HomeAllટ્રમ્પની વધુ એક આડોડાઈ : સેમીકન્ડકટર સપ્લાય ચેઈનમાં ભારતની બાદબાકી

ટ્રમ્પની વધુ એક આડોડાઈ : સેમીકન્ડકટર સપ્લાય ચેઈનમાં ભારતની બાદબાકી

ટેરિફથી લઈ એચવન-બી વિઝા સહિતના મોરચે ભારત સામે આડોડાઈ કરી રહેલા અમેરિકાએ હવે સેમીકન્ડકટરની નવ દેશોની સપ્લાય ચેઈનમાં ભારતની બાદબાકી કરી છે જેને કારણે વૈશ્વિક ઉત્પાદનમાં ભારતને સેમીકન્ડકટર ચીપ મેળવવામાં અને તેના ઉત્પાદન માટે મીનરલથી લઈને ઈન્ફ્રાસ્ટ્રકચરમાં અગ્રતા મળશે નહી.

આજે અમેરિકાએ જે નવ દેશોની સેમીકન્ડકટર સપ્લાય ચેઈન ઈકો સીસ્ટમ જાહેર કરી તેમાં અમેરિકા ઉપરાંત બ્રિટન, ઈઝરાયેલ, યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ) તથા ઓસ્ટ્રેલિયા, જાપાન, દ.કોરિયા, સિંગાપોર અને નેધરલેન્ડનો સમાવેશ કર્યો છે. પરંતુ ભારત કે જે સેમીકન્ડકટર ચીપ ઉત્પાદનમાં આગળ વધી રહ્યું છે.

તેને ઉત્પાદન ક્ષેત્રે મહત્વપૂર્ણ મીનરલ એઆઈ ઈન્ફ્રાસ્ટ્રકચર અને લોજીસ્ટીક સપોર્ટ તેમજ એનર્જી ઈનપુટસમાં અગ્રતા નહી મળે. આમ અમેરિકાએ ઈરાદાપૂર્વક ભારતને બાકાત રાખ્યુ છે.

ભારત પાસે સેમીકન્ડકટરની મહત્વપૂર્ણ ટેકનોલોજી નથી અને તેના માટે અગાઉ ભારત દ.કોરિયા અને અમેરિકાએ સંયુક્ત રીતે એક કરાર કર્યા હતા પરંતુ ટ્રમ્પ શાસનના આગમન પછી તેમાં આગળ વધાયુ નથી.

જો કે ભારત અલગ અલગ રીતે જાપાન, તાઈવાન અને સિંગાપોર સાથે આ પ્રકારના ઉત્પાદન કરાર ધરાવે છે પણ હવે અમેરિકાના નેતૃત્વની આ સપ્લાય ચેઈન પોતાનું વર્ચસ્વ સ્થાપી શકશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!