HomeAllટૂંક સમયમાં વોટ્સએપનો રંગ બદલાશે

ટૂંક સમયમાં વોટ્સએપનો રંગ બદલાશે

વોટ્સએપ પોતાનાં એન્ડ્રોઇડ યુઝર્સ માટે મોટું ડિઝાઇન અપડેટ લાવવાની તૈયારીમાં છે. રિપોર્ટ્સ મુજબ કંપની એપમાં નવા પર્સનલાઇઝેશન ફીચર્સ ઉમેરવા જઈ રહી છે, જેના દ્વારા યુઝર્સ વોટ્સએપનો લુક પોતાની પસંદ મુજબ બદલી શકશે.

આ ફીચર હાલમાં બીટા વર્ઝનમાં જોવા મળ્યું છે અને આવનારા સમયમાં તમામ યુઝર્સ માટે જાહેર થઈ શકે છે. ફીચર ટ્રેકર ડબલ્યુએબીટાઇન્ફોએ આ અપડેટ વિશે માહિતી આપી છે.

રિપોર્ટ મુજબ, વોટ્સએપના એન્ડ્રોઇડ બીટા વર્ઝન 2.26.6.1 માં આ નવા ફેરફારો જોવા મળ્યા છે. હાલ આ અપડેટ માત્ર ડેવલપર્સ અને થોડા પસંદગીના ટેસ્ટર્સ માટે ઉપલબ્ધ છે, પરંતુ ભવિષ્યમાં સામાન્ય યુઝર્સ સુધી પહોંચાડી શકાય છે.

14 આઇકન મળી શકે
આ અપડેટની ખાસ વાત છે 14 નવા એપ આઇકન વિકલ્પ. તેમાં બ્લૂ, બ્રાઉન, ગ્રીન, પિંક, પર્પલ, ઓરેન્જ અને મોનોક્રોમ જેવા સિંગલ-કલર આઇકન સામેલ થઈ શકે છે. ઉપરાંત ઓરોરા, ગેલેક્સી, નિઓન, સ્પાર્કલ, ક્લે અને ફ્લફી જેવા સ્ટાઇલિશ ડિઝાઇન પણ જોવા મળી શકે છે. આ આઇકનની મદદથી યુઝર્સ પોતાના ફોનની હોમ સ્ક્રીન પર વોટ્સએપનો અલગ લુક સેટ કરી શકશે, તે પણ કોઈ થર્ડ પાર્ટી એપ વગર.

19 સુધી કલર ઓપ્શનનો સપોર્ટ
માત્ર આઇકન જ નહીં, પરંતુ વોટ્સએપ એપની અંદર દેખાતો મુખ્ય રંગ (ઍક્સન્ટ કલર) પણ બદલી શકાશે. રિપોર્ટ મુજબ લગભગ 19 અલગ કલર વિકલ્પ મળી શકે છે. તેમાં રોયલ બ્લૂ, વાયોલેટ, કોરલ, ટીલ, બ્રાઉન, બેઝ, યેલો, પિંક, રેડ, ઓરેન્જ અને ડાર્ક ઓલિવ ગ્રીન જેવા રંગો સામેલ થઈ શકે છે. સાથે જ, જે યુઝર્સને જૂનો ક્લાસિક ગ્રીન લુક પસંદ છે, તેમના માટે તે વિકલ્પ પણ રહેશે.
જો આ અપડેટ જલ્દી રોલઆઉટ થાય, તો વોટ્સએપ વધુ પર્સનલ અને મોડર્ન દેખાશે. એન્ડ્રોઇડ યુઝર્સને પોતાના મેસેજિંગ એપને પોતાની પસંદ મુજબ કસ્ટમાઇઝ કરવાની સંપૂર્ણ છૂટ મળી શકે છે.

વર્કશોપનું ગુગલ મેપ પર લોકેશન મેળવવા માટે એડ પર ક્લિક કરો
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!