HomeAllટ્વિટરના કો-ફાઉન્ડર જેક ડોર્સીએ લોન્ચ કરી નવી ચેટ એપ્લિકેશન: વોટ્સએપની હરીફ એપ...

ટ્વિટરના કો-ફાઉન્ડર જેક ડોર્સીએ લોન્ચ કરી નવી ચેટ એપ્લિકેશન: વોટ્સએપની હરીફ એપ ઇન્ટરનેટ વગર કરશે કામ

ટ્વિટરના કો-ફાઉન્ડર જેક ડોર્સીએ નવી એપ્લિકેશન લોન્ચ કરી છે.આ એપ્લિકેશનનું નામ બિટચેટ છે.

આ એક ડિસેન્ટ્રલાઈઝ્ડ પીયર-ટૂ-પીયર મેસેન્જિંગ એપ છે.આ એપ વોટ્સએપની હરીફ છે જે ઇન્ટરનેટની જગ્યાએ બ્લૂટૂથની મદદથી કામ કરે છે.

એમાં કોઈ ઇન્ટરનેટ, કોઈ સર્વર, કોઈ ફોન નંબર કે ઇમેલની જરૂર નથી પડતી. જેક ડોર્સી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ટેસ્ટફ્લાઇટ પર આ એપ્લિકેશનનું બીટા વર્ઝન ઉપલબ્ધ છે.ઇન્ટરનેટની જગ્યાએ બ્લૂટૂથની મદદથી મેસેજ થશે સેન્ડ જેક ડોર્સીએ જાહેર કરેલી માહિતી અનુસાર આ એપ્લિકેશન બ્લૂટૂથ મેશ નેટવર્ક પર કામ કરે છે.

તેમણે રીલે, સ્ટોર અને ફોરવર્ડ મોડેલ અને મેસેજ એન્ક્રિપ્શન મોડલની સાથે અન્ય ઘણી બાબતોને લઈને એક્સપેરિમેન્ટ કર્યું છે.બિટચેટ તેની આસપાસની ડિવાઇસની વચ્ચે એન્ક્રિપ્ટેડ કમ્યુનિકેશન કરી શકશે. યુઝર એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો હોય છે.

આથી તેનો મોબાઇલ રેન્જની બહાર જતો રહે છે.જોકે આ મેસેજ એક ડિવાઇસથી બીજી ડિવાઇસ પર જશે અને એથી બ્લૂટૂથની સ્ટાન્ડર્ડ રેન્જની બહાર પણ મેસેજ પહોંચી શકશે. એ પણ વાય-ફાય અથવા તો નેટવર્ક સર્વિસનો ઉપયોગ કર્યા વગર. સર્વરનો ઉપયોગ નહીં થાય, આથી પૂરેપૂરી પ્રાઇવસી મળશે જેક ડોર્સી પહેલેથી પ્રાઇવસી અંગે ચિંતિત રહેતો આવ્યો છે.

દરેક કંપની તેમના મેસેજ માટે સર્વરનો ઉપયોગ કરે છે. દરેક ચેટ અને મીડિયા તેમના સર્વર પર સ્ટોર હોય છે.આથી જેક ડોર્સીએ એવી એપ્લિકેશન તૈયાર કરી છે જેમાં મેસેજ સ્ટોર કરવા માટે સર્વરનો ઉપયોગ થાય જ નહીં. આથી મેસેજ સીધા મોબાઇલમાં જ સ્ટોર થશે. એથી એ સંપૂર્ણપણે એન્ક્રિપ્ટેડ હશે. કોઈ પણ સંજોગમાં એપ્લિકેશન બેન નહીં કરી શકાય? આજકાલ દરેક એપ્લિકેશન ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે.

આ સાથે જ એમાં સોશિયલ મીડિયાના તમામ ફીચર્સ અને પેમેન્ટનો પણ સમાવેશ કરી દેવામાં આવ્યો છે.આથી બ્લૂટૂથ આધારિત એપ્લિકેશન હવે ફક્ત મેસેજ પર ધ્યાન આપશે. આ એપ્લિકેશનનો ફાયદો એ છે કે એને બેન નહીં કરી શકાય. 2019માં હોંગકોંગમાં એક પ્રોટેસ્ટ થઈ હતી. આ દરમિયાન ઇન્ટરનેટને બ્લોક કરી દેવામાં આવ્યું હતું. જોકે એ સમયે બ્લૂટૂથ આધારિત જેટલી પણ એપ્લિકેશન હતી એ કામ કરતી હતી. આજના સમયે એ એપ્લિકેશન્સ હવે રહી નથી. જોકે બિટચેટ હવે એ જગ્યા લઈ શકે છે.

આઉટેજ હોય કે શટડાઉન હોય કે સર્વેલન્સ કરવામાં આવતું હોય — બિટચેટ પર કોઈ અસર નહીં થાય. એ એગદમ સુરક્ષિત રહેશે કારણ કે એ ઇન્ટરનેટનો ઉપયોગ નથી કરતું. આ પણ વાંચો: ટેક્નો દેશ માટે પ્રાઇવેટ આઇલેન્ડ ખરીદનાર બાલાજી શ્રીનિવાસન કોણ?: જાણો આ આઇલેન્ડ ક્યાં આવેલો છે… અન્ય ફીચર્સ આ એપ્લિકેશનમાં ગ્રુપ ચેટ અને રૂમ બનાવવાનો પણ વિકલ્પ છે.

આ સાથે જ એને હેશટેગનો ઉપયોગ કરી નામ આપી શકાશે અને પાસવર્ડ દ્વારા પ્રોટેક્ટ પણ કરી શકાશે. કોઈપણ વ્યક્તિ ઑફલાઇન હોય તો પણ એને મેસેજ ફોરવર્ડ કરવા માટેનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે.ભવિષ્યમાં આ એપ્લિકેશનમાં વાય-ફાય ડાયરેક્ટનો ઉપયોગ કરવામાં આવશે એવી સંભાવના છે.

એની મદદથી મેસેજ વધુ જલદી ફોરવર્ડ થશે. વોટ્સએપ અને મેસેન્જર માટે નંબર અને એકાઉન્ટની જરૂર પડે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!