શ્રી 1। શતાબ્દી મહોત્સવની પૂર્ણાહુતી પ્રસંગે ભાદરવી પૂનમની ઉજવણી

કડવા પાટીદારોનું આસ્થાનું કેન્દ્ર શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસરમાં ગત 2024માં માઁ ઉમિયા પ્રાગટ્યના 125 વર્ષ નિમિતે યોજાયેલ શ્રી 1। શતાબ્દી મહોત્સવની પૂર્ણાહુતીના ભાગરૂપે ઉમિયાધામ સિદસર સહીત સૌરાષ્ટ્રના 11 જીલ્લાના 70 થી વધુ તાલુકા મથકો અને ગ્રામ્ય વિસ્તારોમાં ઉમિયા માતાજી મંદિર સિદસરના નેજા હેઠળ સ્થાનીક ઉમિયા પરિવાર સમિતિ દ્રારા મહાકળશ પૂજન, મહારાસ, મહાઆરતી તેમજ મહાપ્રસાદના આયોજનો ભવ્યાતિભવ્ય રીતે યોજાયા.

ગત 2024માં ડીસેમ્બરમાં પાંચ દિવસના ભવ્યાતિભવ્ય મહોત્સવની ઉજવણી બાદ શ્રી 1। શતાબ્દી મહોત્સવની પૂર્ણાહુતીના ભાગરૂપે ઉમિયા માતાજી મંદિર સિદસર દ્રારા દરેક જીલ્લા અને તાલુકા મથક ખાતે મહાકળશ પૂજન, મહારાસ અને મહઆરતીના કાર્યક્રમો યોજાયા હતા.સિદસરમાં માઁ ઉમિયાના પ્રાગટય દિન એટલે ભાદરવી પૂનમ તા.7ને રવિવારે સૌરાષ્ટ્રભરમાં વસતા પ્રત્યેક કડવા પાટીદાર રોજના 1 રૂપિયા લેખે વર્ષના 365 રૂપીયા માઁ ઉમા કળશ યોજનામાં સહભાગી બની સમર્પણ દિનની ઉજવણી કરે તે હેતુસર ભાદરવી સુદ પૂનમના દિવસે સ્થાનીક ઉમિયા પરિવાર સમિતિ દ્રારા દરેક ગામ, તાલુકા મથક અને શહેરમાં મહા કળશ પૂજન, ના કાર્યક્રમ યોજાયા હતા. શહેર અને તાલુકા મથક ખાતે ઉમિયા પરિવાર સંગઠન સમિતિ દ્રારા મહાકળશ પૂજન ની સાથો સાથ બહેનોના મહારાસ, મહાઆરતી અને મહાપ્રસાદના આયોજનો થયા હતા.

માઁ ઉમિયાના પ્રાગટયદિન ભાદરવી સુદ પૂનમ નિમિતે તથા શ્રી 1। શતાબ્દી મહોત્સવની પૂર્ણાહુતી પ્રસંગે યોજાયેલ 11 કુંડી મહાયજ્ઞમાં ભાગ લેવા સૌરાષ્ટ્રના વિવિધ 30 જેટલા સંધના પદયાત્રીકો તા. 7 સપ્ટે. રવિવારે સવાર સુધીમાં સિદસર પહોચ્યા હતા. રાજકોટ, જામનગર, જુનાગઢ, પોરબંદર, આદિત્યાણા, અન્ય જીલ્લા માંથી 2000 જેટલા પદયાત્રીકો મા ઉમિયાના સાનિધ્યમાં વાજતે-ગાજતે ડીજે ના સથવારે મા ના જયોઘોષ સાથે ઉત્સાહપૂર્વક પહોચ્યા હતા.

ઉમિયાધામ સિદસરના નવ નિયુકત પ્રમુખ મૌલેશભાઇ ઉકાણી, ઉપપ્રમુખ જગદીશભાઇ કોટડીયા, ખજાનચી ભૂપતભાઈ ભાયાણી, ટ્રસ્ટી કૌશીકભાઈ રાબડીયા, દિનેશભાઇ દેલવાડીયા, રમેશભાઇ સાપરીયા, અન્ય આગેવાનોએ ઉષ્માપૂર્ણ સ્વાગત કર્યુ હતુ. પાટીદાર એકતાના પ્રતીક રૂપે જુનાગઢથી મા ઉમાખોડલનો રથ પદયાત્રીકો સાથે સિદસર પહોંચ્યો હતો. ઉમિયાધામના હોદેદારો દ્રારા રથ ને હંકારી મા નું સ્વાગત કર્યુ હતુ.

ઉમિયાધામ સિદસર ખાતે ભાદરવી પૂનમે યોજાયેલા 11 કુંડી મહાયજ્ઞમાં યજમાન તરીકે રાજકોટના પરેશભાઈ તથા ભાવનાબેન ધમસાણીયા એ લ્હાવો લીધો હતો. સિદસર સાંધ્ય આરતીમાં 10 હજાર પદયાત્રીકો એ લ્હાવો લીધો હતો.

જયારે ભાદરવી પૂનમે સરેરાશ 50 હજારથી વધુ ભાવીકો મા ઉમિયાના દર્શનનો લાભલીધો હતો. ઉમિયા માતાજી મંદિર સંસ્થાન સિદસર દ્રારા ભાવીકોની રહેવા તથા ભોજન પ્રસાદનું યોજનાબધ્ધ આયોજન કરવામાં આવ્યુ હતુ.












