HomeAllUSના રાજકારણમાં નવો યુગ: મસ્કે બનાવી ‘ધ અમેરિકા પાર્ટી’

USના રાજકારણમાં નવો યુગ: મસ્કે બનાવી ‘ધ અમેરિકા પાર્ટી’

ટેસ્લાના માલિક હવે ટ્રમ્પ સામે મહાભિયોગ કરી પદભ્રષ્ટ કરવાની લાઇનમાં: ટ્રમ્પ પણ વળતો ઘા મારે તેવી શકયતા

અમેરિકામાં અત્યારે મોટો પોલિટિકલ ડ્રામા ચાલી રહ્યા છે. છેલ્લા 6 8 મહિનાથી એકબીજાનું સમર્થન કરનારા ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્ક હવે સામસામે આવી ગયા છે. બંને એકબીજાને ખતમ કરી નાંખવાની ધમકીઓ આપી રહ્યા છે. ઈલોન મસ્કે કહ્યું છે કે હું ના હોત તો ટ્રમ્પ ક્યારેય ચૂંટણી જીત્યા જ ન હોત. એવામાં મસ્કે નવા રાજકીય પક્ષની ચર્ચા શરૂૂ કરી છે અને તેના નામની પણ જાહેરાત કરી નાંખી છે. ઈલોન મસ્કે એકસ પર કહ્યું છે કે તેઓ ધ અમેરિકા પાર્ટી નામે નવો રાજકીય પક્ષ શરૂૂ કરશે.

ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વિખવાદ બાદ ઈલોન મસ્કે ગઇકાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર પોલ કરી લોકોને પૂછ્યું હતું કે શું સમય આવી ગયો છે કે અમેરિકામાં હવે ત્રીજા પક્ષની શરૂૂઆત થાય? જે બાદ આજે મસ્કે પોલના પરિણામ રજૂ કરતાં કહ્યુ છે,

કે પપ્રજાએ પોતાનો નિર્ણય આપી દીધો છે. 80 ટકા લોકો કહી રહ્યા છે કે અમેરિકામાં એક નવા રાજકીય પક્ષની જરૂૂર છે. બાદમાં ઈલોન મસ્કે અન્ય એક પોસ્ટમાં લખ્યું- The America Party.

અમેરિકામાં સોશિયલ મીડિયાની મદદથી ઈલોન મસ્કની પહોંચ લોકો સુધી સતત વધી રહી છે. મસ્ક દ્વારા ત્રીજા પક્ષની જાહેરાત હજુ તો માત્ર વિચાર જ છે, પરંતુ લોકો માની રહ્યા છે કે આ અમેરિકાના રાજકારણમાં એક નવા યુગની શરૂૂઆત છે. એવામાં જોવાનું એ રહે છે.એ ધ અમેરિકા પાર્ટી નામના પક્ષની સ્થાપના માટે મસ્ક બીજા શું પ્રયાસ કરે છે તથા આ જાહેરાત બાદ હવે ટ્રમ્પની પ્રતિક્રિયા શું રહેશે?

નોંધનીય છે જે હજુ તો થોડા દિવસ 30મી મેએ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલોન મસ્ક એકસાથે દેખાયા હતા. વ્હાઇટ હાઉસથી મસ્કની સત્તાવાર વિદાય પ્રસંગે બંનેએ એકબીજાના વખાણ કર્યા હતા. લોકોને કોઈ અંદાજો પણ નહોતો બંને એકબીજાથી આટલી નફરત કરતાં હશે. ઈલોન મસ્કે ટ્રમ્પના ધ વન બિગ બ્યુટીફુલ બિલથી વિરોધ શરૂૂ કર્યો. બાદ ટેરિફની પણ ટીકા કરી.

આટલું જ નહીં ઈલોન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકાના પ્રમુખ પદેથી હટાવવાની માંગનું પણ સમર્થન કરી નાંખ્યું. સામે પક્ષે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે, કે બિચારા ઈલોન મસ્કનું મગજ ખરાબ થઈ ગયું છે, હું તેની સાથે કોઈ વાત નહીં કરું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!