
અમેરિકન વૈજ્ઞાનિકોએ એક એવું જ ચમત્કારિક મટીરિયલ બનાવ્યું છે, જે સ્ટીલથી પણ મજબૂત છે. તેને નામ આપ્યું છે ‘Superwood’. તેને InventWood નામની અમેરિકી કંપનીએ તૈયાર કર્યું છે. કંપનીનો દાવો છે કે આ સામાન્ય સ્ટીલથી 10 ગણું વધારે મજબૂત અને 6 ગણું હલકું છે. આ સુપરવુડ કોઈ ધાતુ કે સિન્થેટિક એલોયથી નથી બન્યું, પણ અસલી લાકડામાંથી તૈયાર થાય છે.

જેને રાસાયણિક રૂપથી મજબૂત બનાવી તેની પ્રાકૃતિક સંરચનાને રીએન્જીનિયર કર્યું છે. આ શોધ પાછળ પ્રોફેસર લિયાંગબિંગ હું, જે યેલ યુનિવર્સિટીમાં પ્રોફેસર છે.

હૂને એક દાયકા પહેલા નક્કી કર્યું હતું કે માણસની સૌથી જૂની બિલ્ડિંગ સામગ્રી-લાકડું, જેને ફરીથી નવું રૂપ આપવામાં આવે. તેમણે લાકડાની સેલ્યુલોઝ સ્ટ્રક્ચર પર કામ શરૂ કર્યું છે. સેલ્યુલોઝ છોડના મુખ્ય ઘટક છે અને ધરતી પર સૌથી વધારે જોવા મળતું બાયોપોલિમર. 2017માં મોટો બ્રેકથ્રૂ આવ્યો, જ્યારે તેમણે રાસાયણિક પ્રક્રિયાથી લાકડાની સંરચનાને એવી રીતે બદલ્યું છે કે તે ખૂબ જ ઘટ્ટ અને મજબૂત બની ગયું.(પ્રતિકાત્મક તસવીર)

લાકડાને પાણી અને કેમિકલ્સમાં ઉકાળ્યા બાદ હોટ-પ્રેસિંગ કરવામાં આવે છે. તેનાથી તેની કોશિકાઓ સંકળાઈને કઠણ બની જાય છે. એક અઠવાડિયાની આ પ્રક્રિયા બાદ તૈયાર થાય છે સુપરવુડ, જે વજનમાં હળવું પણ તાકાતમાં કોઈ ધાતુથી પણ વધારે મજબૂત બને છે

InventWood હવે આ ટેકનિકનું કોમર્શિયલ પ્રોડક્શન શરૂ થઈ ચૂક્યું છે. કંપનીના સીઈઓ એલેક્સ લાઉના જણાવ્યા અનુસાર, સુપરવુડ જોવામાં એકદમ સામાન્ય લાકડા જેવું છે, પણ તેની મજબૂતી અને ડેન્સિટી ક્યાંય વધારે છે. લાઉએ જણાવ્યું કે, બિલ્ડિંગ્સ સુપરવુડથી બનતા ચાર ગણું હળવું હશે. જેનાથી ફાઉન્ડેશન પર ઓછું પ્રેશર પડશે અને ઇમારતો વધારે ભૂકંપ વિરોધી હશે

કંપની હાલમાં સુપરવુડનો ઉપયોગ ડેકિંગ, ક્લેડિંગ અને બહારના ભાગમાં કરવાનો પ્લાન બનાવી રહી છે. આગામી વર્ષે તેને ફ્લોરિંગ, વોલ પેનલિંગ અને ફર્નિચર પર લાવવામાં આવશે. તેમણે કહ્યું કે, આજે લોકો ફરિયાદ કરે છે કે ફર્નિચર જલદી તૂટી જાય છે, કેમ કે લાકડું એટલું મજબૂત નથી હોતું. સુપરવુડથી આપણે ધાતુના જોઈન્ટ્સ, સ્ક્રૂ અને ખીલાને પણ બદલી શકાશે

InventWoodનો દાવો છે કે સુપરવુડ સામાન્ય લાકડાથી 20 ગણું વધારે મજબૂત અને 10 ગણું વધારે ડેન્ટ-રેસિસ્ટેન્ટ છે. તેનું કારણ એ છે કે તેની પ્રાકૃતિક છિદ્રયુક્ત સંરચનાને દબાવી દીધી છે. જેનાથી આ કીડા, ભેજ અને આગથી પણ સુરક્ષિત થઈ ગયું છે.

ફાયર ટેસ્ટમાં સુપરવુડને સૌથી ઊંચું રેટિંગ મળ્યું છે. જો કે આ સામાન્ય લાકડાથી મોંઘું છે અને તેનું નિર્માણ કાર્બન ફૂટપ્રિન્ટ થોડી વધારે છે, પણ સ્ટીલની તુલનામાં તેનું કાર્બન ઉત્સર્જન 90 ટકા ઓછું છે. લાઉએ કહ્યું કે અમારો ટાર્ગેટ લાકડાથી સસ્તું નહીં પણ સ્ટીલની તુલનામાં વાજબી અને વધારે સારો વિકલ્પ બનાવવાનો છે.

















