
વિશ્વ ચકલી દિવસ નિમિતે ભારતીય જનતા યુવા મોરચા – વાંકાનેર દ્વારા “#Yuva4Nature” અભિયાન અંતર્ગત પ્રકૃતિ સંરક્ષણને પ્રોત્સાહન આપતો પાણીના કુંડાનું વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ અભિયાન માત્ર એક પ્રતીકાત્મક પહેલ ન રહી, પરંતુ યુવાનોની શક્તિ દ્વારા વિકસતું પર્યાવરણ જાગૃતિનું જનઆંદોલન બનતું જાય છે.

કાર્યક્રમ દરમિયાન યુવા મોરચાના કાર્યકર્તાઓ દ્વારા ચકલી સહિતના પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે “એક કાર્યકર્તા – એક વિસ્તાર હરિયાળો વિસ્તાર” અને “એક યુવાન – પ્રકૃતિનો રક્ષક” જેવા સંકલ્પો સાથે યુવાનોમાં પર્યાવરણ પ્રત્યે જવાબદારીની ભાવના જગાડવામાં આવી.

આ પ્રસંગે જિલ્લા યુવા ભાજપ મહામંત્રી સુખદેવભાઈ ડાભી, જિલ્લા ઉપપ્રમુખ જયેન્દ્રસિંહ ઝાલા, તાલુકા ભાજપ મહામંત્રી શામજીભાઈ કેરવાડીયા, તાલુકા યુવા ભાજપ પ્રમુખ હરેશભાઈ મદ્રેસાણીયા, તાલુકા ભાજપ ઉપપ્રમુખ ઇન્દ્રજીતસિંહ ઝાલા, શહેર યુવા ભાજપ મહામંત્રી નીતેશભાઈ પાટડીયા તેમજ અજયભાઈ વીંજવડીયા, ભરતભાઈ કાંકરેચા, અશ્વિનભાઈ સરાવાડીયા, અનિલભાઈ મકવાણા સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન કાર્યકર્તાઓને પાણીના કુંડા સ્થાપિત કરવા, નિયમિત પાણી ભરવાનું, વૃક્ષારોપણ અને પર્યાવરણ અંગે જનજાગૃતિ ફેલાવવાની અપીલ કરવામાં આવી. પ્રદેશથી લઈને બુથ સ્તર સુધી દરેક કાર્યકર્તા આ અભિયાનને જીવનમૂલ્ય તરીકે અપનાવે તે માટે આગ્રહ વ્યક્ત થયો હતો.

યુવા મોરચાના આગેવાનોએ જણાવ્યું હતું કે, “જ્યાં યુવા ત્યાં શક્તિ, જ્યાં શક્તિ ત્યાં પરિવર્તન” — આ મંત્ર સાથે યુવાનો સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે સજ્જ છે.

અંતમાં સૌને આહ્વાન કરવામાં આવ્યું હતું કે પ્રકૃતિ સંરક્ષણ માટે માત્ર ચર્ચા નહીં પરંતુ વ્યવહારિક પગલાં લેતાં “#Yuva4Nature” અભિયાનને જનઆંદોલન બનાવી ઇતિહાસ રચવામાં સહભાગી બનવું જોઈએ. (તસ્વીર: અજય કાંજીયા)
















