
વાંકાનેર શહેરના વિવિધ વિસ્તારમાં યોજાયેલા આરોગ્ય કાર્ડ કેમ્પોમાં આજે મિલ કોલોની ખાતે યોજાયેલા કેમ્પમાં સૌથી વધુ – કુલ 40 લાભાર્થીઓને કાર્ડ આપવામાં આવ્યા હતા. આ આંકડો સમગ્ર વાંકાનેરમાં આજના દિવસ દરમ્યાન યોજાયેલા તમામ કેમ્પોમાંથી સૌથી વધુ રહ્યો છે.

આ આયોજનમાં પૂર્વ કાઉન્સિલર રાજેન્દ્રસિંહ ઝાલા, ભાજપ શહેર મંત્રી રમેશ મકવાણા, વાંકાનેર શહેર યુવા ભાજપના પ્રમુખ જયેન્દ્રસિંહ ઝાલા તથા યુવા ભાજપના મહામંત્રી નીતેશભાઈ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક સમિતિના પ્રયત્નો અને કાર્યકરોની સક્રિય ભૂમિકા સાથે કાર્યક્રમ સફળતા પૂર્વક પૂર્ણ થયો હતો. (રિપોર્ટ : અજય કાંજીયા )




























