HomeAllવાંકાનેર રેલવે સ્ટેશન નજીક અજાણ્યા યુવાને ટ્રેન આગળ ઝંપલાવતાં મોત, ઉપરાંત અન્ય...

વાંકાનેર રેલવે સ્ટેશન નજીક અજાણ્યા યુવાને ટ્રેન આગળ ઝંપલાવતાં મોત, ઉપરાંત અન્ય એક વ્યક્તિની લાશ મળતા તેની ઓળખ માટે તસ્વીર જારી કરી

બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, ગઇકાલે બપોરના સમયે વાંકાનેર રેલવે સ્ટેશન પહેલા કિ.મી. ૭૦૧/૨૯ પાસે આશરે ૪૦ વર્ષની ઉંમર ધરાવતા એક અજાણ્યા યુવાને કોઈ અગમ્ય કારણોસર રાજકોટથી આવતી પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેન સામે ઝંપલાવતા ટ્રેનની ઠોકરે યુવાનને માથા તથા શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું કરૂણ મોત થયું હતુ આ બનાવની જાણ થતાં જ વાંકાનેર રેલવે પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઇ મૃતદેહનો કબજો સંભાળી લાશને પોસ્ટમોર્ટમ (પીએમ) અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ રેલવે પોલીસે મૃતકની ઓળખ મેળવવા માટે સઘન તપાસ શરૂ કરી છે માટે જો કોઈ વ્યક્તિને મૃતક અંગે મળે તો વાંકાનેર રેલવે પોલીસના હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ જાડેજાનો મોબાઈલ નંબર ૬૩૫૨૬ ૩૫૫૨૫ પર સંપર્ક કરવા જણાવાયું છે (અહેવાલ : અજય કાંજીયા, વાંકાનેર)

વાંકાનેર તાલુકાના સમથેરવા ગામની સીમમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યોવાલી-વારસની શોધખોળ શરૂ

મૃતક પુરુષના શરીર પર “MOM” અને “Alon but Royl panit” સહિતના અનેક ટેટૂ ત્રોફાવેલ છે

નીચે આપેલ તસીવરમાં વધુ એક વ્યકતિની લાશ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે, જેમના વાલી-વારસની શોધખોળ માટે પોલીસ દ્વારા લોક સહયોગની અપીલ કરવામાં આવી છે. વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની અનુસાર, ગત તા. ૦૮/૦૪/૨૦૨૬ના રોજ ૧૧:૧૫ વાગ્યા પૂર્વે કોઈ પણ સમયે વાંકાનેર તાલુકાના સમથેરવા ગામની સીમમાં સીપરાવાડી ખરાબાની જગ્યામાં આશરે ૪૦ થી ૫૦ વર્ષની વયના એક અજાણ્યા પુરુષને ગંભીર ઈજાઓ પહોંચાડી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. મૃતકની ઓળખ માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. મૃતક પુરુષ પાતળા બાંધાના છે, માથે કાળા લાંબા વાળ છે અને દાઢી-મૂછ રાખેલ છે. મૃતકના શરીર પર અનેક ટેટૂ (નિશાનીઓ) ત્રોફાવેલ છે, જેમાં ડાબી બાજુ ખભાના આગળના ભાગે અંગ્રેજીમાં “MOM” લખેલું છે, ડાબા હાથની કલાઈમાં ટેટૂથી પટ્ટો ત્રોફાવેલ છે, જમણા હાથના બાવળામાં પાછળના ભાગે અંગ્રેજીમાં “Alon but Royl panit” લખેલું છે અને જમણી બાજુ ગળા ઉપર તેમજ ડાબી બાજુ કમરના ભાગે દિલ તથા કાર્ડિયોગ્રામનું ટેટૂ ત્રોફાવેલ છે. આ મૃતકની ઓળખ થઈ શકી નથી કે તેમના વાલી-વારસની કોઈ માહિતી મળી નથી. આથી, મૃતક વ્યક્તિ વિશે કોઈ પણ પ્રકારની માહિતી હોય તો વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના ફોન નંબર ૬૩૫૯૬ ૩૬૦૮૬ અથવા ૯૮૭૯૦ ૭૬૧૩૦ પર સંપર્ક કરવા વાંકાનેર તાલુકા પોલીસ ઈન્સપેક્ટર બી.વી. પટેલ દ્વારા જણાવાયું છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments