


મોદી સરકારના ૧૧ વર્ષ પૂર્ણ થતા સંદર્ભે શરૂ કરાયેલા “સંકલ્પ સે સિદ્ધિ” અભિયાન અંતર્ગત વાંકાનેર શહેરના જીનપરા માઘાતા મંદિર વિસ્તાર, વોર્ડ નંબર ૩ ખાતે આયુષ્માન ભારત યોજના હેઠળ ૭૦ વર્ષ કે તેથી વધુ ઉંમાના વડીલોના માટે ખાસ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ રાજ્યસભાના સાંસદ કેસરિદેવસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.

કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત શહેર ભાજપના મંત્રી રમેશભાઈ મકવાણા, યુવા ભાજપ પ્રમુખ જયેન્દ્રસિંહ ઝાલા, મહિલા મોરચા પ્રમુખ પ્રજ્ઞાબા ઝાલા, યુવા ભાજપ મહામંત્રી નીતેશભાઈ પાટડીયા, વાંકાનેર નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર રાજેન્દ્રસિંહ ઝાલા, તેમજ કાર્યકર હરેશભાઈ માણસુરીયા સહિત અનેક અગ્રણીઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

પ્રમુખત્વભર્યા કાર્યની એક ખાસ બાબત એ હતી કે વોર્ડ નંબર ૩ના અગ્રણિ રમેશભાઈ મકવાણાએ પોતાના વ્યક્તિગત ખર્ચે વિસ્તારમાંના ૧૬૧ વડીલોના આયુષ્માન કાર્ડ તૈયાર કરાવી વિતરણ કર્યા હતા. કાર્યક્રમમાં લાભાર્થી તમામ વડીલો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે વાંકાનેર શહેર ભાજપના સમર્પિત કાર્યક્રમ અને સેવાકીય કાર્ય માટે તમામ પત્રકાર મિત્રોનો હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો હતો. Report, Ajay Kanjiya



























